15 વર્ષ કરી દેશની સેવા, અત્યારે ગામમાં તૈયાર કરી રહ્યાં છે ભારત માટે ફૌજ

જેમની નસોમાં દેશ ભક્તિનો જુસ્સો અને પેશન છે તો જરૂરી નથી કે તે દેશની બોર્ડર પર રહીને પેટ્રોલિંગ કરી રહ્યાં હોય. ગામમાં રહીને પણ દેશની રક્ષા માટે કામ કરી દેશ સેવા કરી શકાય છે.

આ વાતને સાચી સાબીત કરી રહ્યા છે મુઝફ્ફરનગરના એક ગામના રહતો સચિન ચૌધરી. 15 વર્ષ ફૌજમાં રહી દેશની સેવા કર્યા બાદ સેવાનિર્વિત થઇને હવે દેશ ભક્તિનો જુસ્સો રાખનાર યુવાઓની ફૌજ તૈયારી કરી રહ્યાં છે. છ ગામના યુવાનો તેમની દેખરેખમાં સેનામાં જવા માટે અભ્યાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી સચિનથી ટ્રેનિંગ લઇને 10થી વધારે યુવાઓ દેશની સેવા માટે ફૌજ આર્મી પોલીસમાં ભરતી થયા છે.

તળાવના કિનારે આપે છે ટ્રેનિંગ

1/6
image

ટ્રેનિંગ આપનાર સચિન ગામના તળાવના કિનારે ખાલી જગ્યામાં આ યુવાઓને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે. હવે આ યુવાઓની સરકાર પાસે એક જ માગ છે કે તેમના માટે સ્ટેડિયમ બનાવવામાં આવે.

2001માં ભારતીય સેનામાં થયા હતા સામેલ

2/6
image

મુઝફ્ફરનગર જિલ્લોના દતિયાના ગામના નિવાસી સચિન 2001માં ભારતીય સેનામાં ભરતી થયા હતા. સચિને જમ્મૂ-કાશ્મીર, પંજાબ તેમજ દિલ્હીમાં તૈનાત રહીને દેશની સેવા કરી હતી. સચિન કાશ્મીરમાં 10 વર્ષ સુધી તૈનાત રહ્યાં હતા. વર્ષ 2014માં સચિનને સિયાચિનના ગ્લેશિયરમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન બર્ફીલા તોફાનની ઝપટમાં આવવાથી સચિન ગભંર રીતે ઘાયલ થયા હતા.

2016માં શરૂઆત કરી ટ્રેનિંગ કેમ્પ

3/6
image

2016માં તેઓ ફૌજથી રિટાયર્ડ થઇને તેમના ગામ દતિયાના આવી ગાય હતા. રિટાપર્ડ થઇને સચિનને તેમના ઘરે મન લાગતું ન હતું. સચિને ગામમાં બેરોજગાર યુવાનોને જોઇ તેમને દેશની સેનામાં ભરતી થઇ દેશ સેવા કરવાના જુસ્સો ભર્યો અને પછી જાતે જ ટ્રેનિંગ કેમ્પ શરુ કર્યો હતો. 36 વર્ષીટ સચિને ગામમાં દોડવા માટે ટ્રેક તેમજ મેદાન ન હોવા પર ગામના છેવાડે ખાલી પડેલા તડાવ પર પોતાના ખર્ચે માટી નાખી યુવાઓને ટ્રેનિંગ આપવાની શરૂ કર્યું હતું.

ગામના યુવાઓને આપે છે ટ્રેનિંગ

4/6
image

શરુઆતમાં તો યુવાનોની સંખ્યા ઓછી હતી પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ યુવાઓની સંખ્યા પણ વધતી ગઇ હતી. આ ટ્રેનિંગ કેમ્પમાં ગામ દાતિયાના સહિત મેધાખેડી, પચેન્ડા કલા, પચેન્ડા ખૂર્દ, શાહદરા, ખોઇખેડીના યુવાઓ આવે છે.

સેનામાં યુવાનોનું થયું સિલેક્શન

5/6
image

ગત એક વર્ષમાં આ ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ મેળવ્યા બાદ સહારનપુરમાં યોજાયેલ સેના ભરતીમાં 5 યુવાનો તેમજ 6 અન્ય યુવાઓ ઘણા ફોર્સમાં ભરતી થયેલ છે. આ ટ્રેનિંગ કેમ્પમાં યુવાઓને ફિઝિકલ હાર્ડ વર્ક કરાવી મજબૂત બનાવવામાં આવે છે.

સરકાર પાસેથી ન મળી કોઇપણ પ્રકારની મદદ

6/6
image

દેશના યુવાઓને તૈયાર કરવા માટે સચિનને સરકાર પાસેથી કોઇપણ પ્રકારની મદદ મળતી નથી. તેઓ પોતાના ખર્ચ પર યુવાઓ માટે ડ્રેસ અને કિટ તૈયાર કરાવે છે.