IPO Next Week : લોન્ચિંગ પહેલા 151% નો બમ્પર પ્રોફિટ, આગામી સપ્તાહે ઓપન થશે 5 આઈપીઓ, જાણો વિગત

IPO Next Week: આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં કુલ 5 આઈપીઓ લોન્ચ થવાના છે. તેમાંથી 4 એસએમઈ આઈપીઓ અને એક મેનબોર્ડ આઈપીઓ છે. મેનબોર્ડ આઈપીઓ ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનો છે. તો એસએમઈ આઈપીઓ Quest Laboratories, Indian Emulsifier, Mandeep Auto Industries અને Veritaas Advertising કંપનીઓ લોન્ચ કરવાની છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં આ કંપનીઓના શેર સારા પ્રીમિયમ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યાં છે. આવો આ આઈપીઓની વિગત જાણીએ..
 

ઈન્ડિયન Emulsifier આઈપીઓ

1/5
image

આ 42.39 કરોડનો એસએમઈ આઈપીઓ 13 મેએ ખુલશે અને 16 મેએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 22 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 132 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર કંપનીના શેરનું લિસ્ટિંગ 151.32 ટકાના પ્રીમિયમ સાથે 332 રૂપિયા પર થઈ શકે છે. 

વેરિટાસ એડવર્ટાઇઝિંગ લિમિટેડ આઈપીઓ

2/5
image

આ 8.48 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 13 મેથી 15 મે વચ્ચે ખુલશે. શેરનું લિસ્ટિંગ 21 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 114 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ રીતે શેરનું લિસ્ટિંગ 87.72 ટકાના પ્રીમિયમ સાથે 214 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  

ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ આઈપીઓ

3/5
image

ડિજિટલ જનરલ ઈન્શ્યોરન્સનો  2614.65 કરોડ રૂપિયાનો મેનબોર્ડ આઈપીઓ 15 મેએ ઓપન થશે. આ આઈપીઓમાં 17 મે સુધી દાવ લગાવી શકાય છે. શેરનું લિસ્ટિંગ 23 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 272 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર કંપનીના શેરનું લિસ્ટિંગ 25.74 ટકાના પ્રીમિયમ સાથે 342 રૂપિયા પર થઈ શકે છે.

મનદીપ ઓટો ઈન્ડસ્ટ્રીઝ

4/5
image

આ 25.25 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 13 મેથી 15 મે વચ્ચે ઓપન થશે. શેરનું લિસ્ટિંગ 21 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 67 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 15 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે શેર 22.39 ટકા પ્રીમિયમની સાથે 82 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  

ક્વેસ્ટ લેબોરેટરીઝ આઈપીઓ

5/5
image

આ 43.16 કરોડ રૂપિયાનો એનએસઈ એસએમઈ આઈપીઓ 15 મેએ ખુલશે. તમે 17 મે સુધી તેમાં દાવ લગાવી શકો છો. શેરનું લિસ્ટિંગ 23 મેએ થશે.