કોંગ્રેસના પૂર્વ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જુઓ તસવીરો


રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેનું નુકસાન કોંગ્રેસે ભોગવ્યું હતું. હવે પૂર્વ 5 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

અમિત રાજપૂત/અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં આપનાર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. હવે રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે.
 

1/6
image

આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. 

2/6
image

આ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતા. 

3/6
image

ભાજપમાં જોડાયા બાદ કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ જીતુ વાઘાણીને પગે લાગતા જોવા મળ્યા હતા.   

4/6
image

હવે આગામી દિવસોમાં રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને શું ભાજપ ટિકિટ આપશે કે નહીં તે પણ જોવાનું રહેશે. 

5/6
image

કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પોતાના નેતાને સાચવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યુ કે, 2013થી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. 

6/6
image

કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા પર કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે અમારા ધારાસભ્યોને મોટી રકમ આપીને ખરીદી રહ્યું છે. તો ભાજપ હંમેશા આ આરોપને નકારતુ રહ્યું છે.