Farmers Protest: કશું મોટું થવા જઈ રહ્યું છે? અચાનક સુરક્ષાદળોની તૈનાતી વધી, Singhu Border ના ખાસ જુઓ PHOTOS

દિલ્હી બોર્ડર પર પોલીસે કિલ્લાબંધી કરી છે 

Farmers Protest: 69માં દિવસે પણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગણતંત્ર દિવસના અવસરે ટ્રેક્ટર રેલી હિંસા બાદ સવાલોના ઘેરામાં આવી ગયેલા ખેડૂત આંદોલનને ફરીથી એકવાર તેજ કરવાની કવાયત ચાલુ છે. જેને જોતા દિલ્હી બોર્ડર પર પોલીસે કિલ્લાબંધી કરી છે 

ભારત બંધના એલાન બાદ સુરક્ષાદળો સતર્ક

1/5
image

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest)  ચાલુ છે. આ બધા વચ્ચે ખેડૂતોએ એક બાજુ સરકાર સાથે વાત કરીને સમસ્યાના ઉકેલની વાત કરી છે તો બીજી બાજુ 6 જાન્યુઆરીના રોજ ભારત બંધનું આહ્વાન કરીને આંદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે. જેને જોતા સુરક્ષા કારણોસર પગલાં ભરાઈ રહ્યા છે. 

સિંઘુ બોર્ડર પર સુરક્ષાકર્મીઓ તૈનાત

2/5
image

આંદોલનના 69માં દિવસે પણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો સતત સિંઘુ બોર્ડર પર ડટેલા છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રવક્તા રાકેશ ટિકૈત અહીં પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. સતત ખેડૂતોની સંખ્યા વધી રહી છે. વિરોધ પ્રદર્શનને જોતા બોર્ડર પર સુરક્ષાદળો તૈનાત કરાયા છે. 

પોલીસની કિલ્લાબંધી

3/5
image

26 જાન્યુઆરી બાદ પ્રદર્શનકારીઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી પરંતુ એકવાર ફરીથી ખેડૂતોની વધતી સંખ્યા જોતા પોલીસે દિલ્હી બોર્ડર પર કિલ્લાબંધી કરી છે. ટીકરી અને ગાઝીપુર બોર્ડર પર પોલીસે રસ્તા પર ખિલ્લા લગાવ્યા છે. 

વધુ વિગતો માટે વાંચો Farmers Protest: Ghazipur Border પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, પોલીસ રસ્તા પર લગાવ્યા ખિલ્લા

ગાઝીપુર બોર્ડર બંધ

4/5
image

બીજી બાજુ ખેડૂતોના વિરોધ પ્રદર્શનના કારણે ગાઝીપુર બોર્ડરને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાયી છે. દિલ્હી આઉટર રેન્જના એડિશનલ સીપી ટ્રાફિકે અડવાઈઝરી બહાર પાડતા કહ્યું કે આનંદ વિહાર, ચિલ્લા, DND, અપ્સરા, ભોપરા અને લોની બોર્ડરની જગ્યાએ અન્ય રસ્તાઓ પરથી જવું. 

રાજ્યસભામાં હોબાળો

5/5
image

કૃષિ કાયદાના વિરોધમાં રાજ્યસભામાં પણ ખુબ હોબાળો મચ્યો. વિપક્ષી દળોએ ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી કરી તો રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર  ચર્ચા આજે નહીં કાલે થશે. ત્યરાબાદ હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 12.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.