Pics : ભારતના આ સ્થળે હકીકતમાં હતા દેવદાસ અને પારો, લેખક શરતચંદ્રની બહેનપણી હતી પારો

બિહાર રાજ્યના પૂર્વીય ભાગમાં ગંગા નદીના કિનારે વસેલું છે ભાગલપુર શહેર. જેનો સંબંધ માત્ર ધાર્મિક અને ટુરિસ્ટ સ્થળ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સિનેમા જગતમાં પણ ભાગલપુરનો પોતાની ખાસ ઓળખ છે. બોલિવુડના ફેમસ કલાકાર અશોક કુમાર અને કિશોર કુમારના નાનીનું ઘર પણ અહીં જ હતું. બાળપણમાં તેઓ પોતાની માતાની સાથે હંમેશા અહીં આવતા હતા અને કેરીના બગીચામાં જઈને મસ્તી કરતા હતા. અશોક કુમાર પોતાની પત્ની શોભા બેનર્જીને પણ સૌથી પહેલા અહીં જ મળ્યા હતા. આ ઉપરાંત બિલાસી, દેવદાસ, પરિણીતા જેવા ઉપન્યાસના રચયિતા શરતચંદ્રએ આ જગ્યાને ફેમસ કરવામાં કોઈ કચાશ બાકી રાખી ન હતી. શરતચંદ્ર વિશે એવું કહેવાય છે કે, તેમની વાર્તાના દરેક પાત્ર અસલી જિંદગીથી પ્રભાવિત હતા. દેવદાસ, મંજલી દીદી, ચરિત્રહીન, સ્વામી, શ્રીકાંત, પાથેર ઢાબી આ બધા અસલ જિંદગીમાં ક્યાંકને ક્યાંક હતા. 
 

ચંદ્રમુખી અને પારોનું શહેર

1/3
image

લેખક શરતચંદ્રએ ભાગલપુરની માટીમાં દેવદાસને રચ્યો હતો. શરતચંદ્રને ક્યારેય સમાજના બનાવેલા નિયમો, રીતરિવાજોમાં રસ ન હતો. તે હંમેશા પોતાના મનની કરતા હતા. તેમના દ્વારા લખાયેલ દેવદાસના મુખ્ય પાત્ર તેમની અંગત જિંદગીના મિત્રો અને સ્વજનોથી પ્રભાવિત હતા. કહેવાય છે કે, દેવદાસનું મુખ્ય પાત્ર પાર્વતી એટલે કે પારો તેમની બાળપણની એક મહિલા મિત્રથી પ્રભાવિત હતું. જેના સાથે તેઓ રમતા હતા. તો ચંદ્રમુખીનું પાત્ર બંગાળના એક વેશ્યાગૃહની યુવતી હતી, જેને તેઓ રોજ વેશ્યાગૃહમાં મળતા હતા. શરતચંદ્રને આ વાતનો કોઈ ફરક ન પડતો, કે લોકો તેમને વેશ્યાગૃહમાં જતા જોઈને શું કહેતા હશે. કેમ કે તેમનું માનવું હતું કે, જિંદગીનો અર્થ તો એ જ જગ્યાએ મળે છે, જે જગ્યાને સમાજ અને લોકો બદનામ કહે છે. બંગલા અને આલિશાન ગાડીઓમાં જિંદગી ક્યાં જીવવા મળે છે તેવું તેઓ માનતા. 

2/3
image

શરતચંદ્રનો જન્મ હુગલી જિલ્લાના નાનકડા ગામ દેવાનંદપુરમાં 15 સપ્ટેમ્બર, 1876ના રોજ થયો હતો. તેઓ માતા ભુવનેશ્વરી દેવી તથા પિતા મોતીલાલના બીજા સંતાન હતા. પાંચ વર્ષની ઉંમરમાં ભાગલપુર નિવાસી નાના કેદારનાથ ગાંગુલીને ત્યાં તેઓ અભ્યાસ માટે આવ્યા હતા, બસ, અહીં આવ્યા તો અહીં જ શિવદાસ બેનર્જીના સાંનિધ્યમાં આવીને વસી ગયા.

3/3
image

તેમનું એડમિશન અહીં ભાગલપુરના દુર્ગા ચરણ પ્રાઈમરી સ્કૂલમાં કરાવવામાં આવ્યું હતું. અહીં જ તેમણે પ્રાથમિક શિક્ષણની સાથે મસ્તીભર્યાં દિવસો ગાલ્યા હતા. તેમણે તેજ નારાયણ જ્યુબિલી કોલેજિએટ સ્કૂલથી 1894માં શિક્ષણ મેળવ્યું હતું. શરતચંદ્ર પોતાની રચનાઓમાં જ નહિ, પરંતુ જીવનમાં પણ રૂઢિવાદી વિચારોને તોડતા હતા. તેમણે એક અસહાય મોક્ષદા નામની યુવતી સાથે લગ્ન કરીને તેને હિરણ્યમણિ નામ આપ્યું હતું. અરવિંદ ઘોષના પિતા કૃષ્ણધન ઘોષ સહિત અન્ય બંગાળી લોકો દ્વારા સ્થાપિત ગર્લ્સ સ્કૂલનું નામ બદલીને શરતચંદ્રની પત્નીનાના નામ પર મોક્ષદા ગર્લ્સ સ્કૂલ રાખવામાં આવ્યું હતું, જે આજે પણ ગૌરવશાળી ઈતિહાસની યાદ અપાવે છે.