Bollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સ

Bollywood Actresses Affair with Married Man: એક વખત બોલીવુડમાં સફળ થઈ જાય તેના વિશે લોકોને બધું જ જાણવું હોય છે. ખાસ કરીને અભિનેત્રીઓની વાત આવે તો તેની ફિલ્મોથી લઈને અંગત જીવન ચર્ચામાં રહે છે. આજે તમને બોલીવુડની આવી જ  5 અભિનેત્રી વિશે જણાવીએ. જેમની ફિલ્મોની સાથે અંગત જીવન ભારે ચર્ચામાં રહ્યું હતું. આ અભિનેત્રી બોલીવુડની ટોચની અદાકારાઓ છે પરંતુ તેઓ જ્યારે પરિણીત પુરુષોના પ્રેમમાં પડી ત્યારે તેમના અફેર્સની ચર્ચા જોરશોરથી થઈ હતી. 

રીના રોય-શત્રુઘ્ન સિંહા

1/6
image

બોલીવુડની સુંદર અને સુપરગીટ અભિનેત્રીઓમાંથી એક રીના રોયનું નામ પણ પરિણીત અભિનેતા સાથે જોડાયું હતું. રીના રોય અને શત્રુઘ્ન સિન્હાની લવ સ્ટોરી બોલીવુડમાં આજે પણ ચર્ચાનો વિષય છે.

પ્રિયંકા ચોપડા-શાહરુખ ખાન

2/6
image

આજે હોલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડતી દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનું નામ બોલીવુડમાં શાહરુખ ખાન સાથેના અફેરના કારણે ચર્ચામાં રહ્યું હતું. ફિલ્મ ડોનનું શૂટિંગ કરતી વખતે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એકબીજાની નજીક આવી ગયા હતા. જોકે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને આ વાતની ખબર પડી જતા પ્રિયંકા અને કિંગ ખાનના રસ્તા અલગ થઈ ગયા. 

કંગના રનૌત-આદિત્ય પંચોલી

3/6
image

બોલીવુડ ક્વિન તરીકે પ્રખ્યાત કંગનાનું નામ બે કલાકાર સાથે જોડાઈ ચૂક્યું છે. ચર્ચાઓ હતી કે કંગના સાથેના અફેરના કારણે જ ઋત્વિક રોશન અને સુઝેનના ડિવોર્સ થયા હતા. આ સિવાય ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયાની સાથે જ કંગનાનું નામ પરિણીત આદિત્ય પંચોલી સાથે પણ જોડાયું હતું. 

રાની મુખર્જી અને ગોવિંદા 

4/6
image

રાની મુખર્જી અને ગોવિંદાના લવ એફેરની ચર્ચા પણ બોલીવુડની ગલીઓમાં ખૂબ થઈ હતી. ફિલ્મ હદ કરતી આપને ના શૂટિંગ દરમિયાન ગોવિંદા અને રાની મુખર્જી એકબીજાની નજીક આવ્યા તે સમયે ગોવિંદા પરણિત હતો અને બે બાળકોનો પિતા હતો. જોકે રાની મુખર્જી સાથેના અફેરની ખબર સુનિતાને પડી જતા ગોવિંદાને રાની મુખર્જીથી દુર જવું પડ્યું.

શ્રીદેવી-બોની કપૂર

5/6
image

દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ લીસ્ટમાં આવે છે. બોલીવુડમાં ખૂબ ઓછા સમયમાં સુપરસ્ટાર બનેલી અભિનેત્રી શ્રીદેવીની પર્સનલ લાઈફ ગોસિપનો વિષય ત્યારે બની ગઈ જ્યારે ચાંદની ફિલ્મ દરમિયાન તે પરિણીત બોની કપૂરના પ્રેમમાં પડી. જોકે લવ અફેર પછી બોની કપૂર એ શ્રીદેવી સાથે લગ્ન પણ કરી લીધા હતા. 

6/6
image