Hair Care Tips: ખરતા વાળ અટકાવવા હોય તો ખાવી આ 5 વસ્તુઓ, એક પણ વાળ નહીં જોવા મળે કાંસકામાં

Hair Care Tips: વાળ લાંબા અને કાળા રહે તેવી ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેમ છતાં વાળ ઉપર તેની વધારે અસર દેખાતી નથી. આમ થવાનું મુખ્ય કારણ હોય છે પ્રદૂષણ અને ખોરાક. વધતા પ્રદૂષણ અને ખોરાકની ખોટી આદતોના કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. આવી સ્થિતિમાં મોંઘા પ્રોડક્ટ પણ કામ આવતા નથી. જો આ બે કારણોને લીધે વાળ ખરતા હોય તો તેના માટે અન્ય કોઈ ઉપાય કરવાને બદલે તમે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો સૌથી વધુ ફાયદો થશે. 

ઈંડા

1/5
image

જો તમારે વાળને મજબૂત કરવા હોય તો ઈંડાનું સેવન કરવું. વાળ પ્રોટીનથી બને છે અને પ્રોટીનની ઉણપ સર્જાય તો વાળ ખરવા લાગે છે તેવામાં ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત સાબિત થાય છે ઈંડા નું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ખામી દૂર થાય છે. રોજ એક ઈંડુ ખાવાથી શરીરની પ્રોટીન ની જરૂરિયાત પૂરી થાય છે અને ખરતા વાળ અટકે છે.

મગફળી

2/5
image

મગફળી અથવા તો પીનટ બટર પણ વાળ માટે ફાયદાકારક છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન ઈ હોય છે અને બાયોટીન હોય છે. જે વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે પોતાના આહારમાં પીનટ બટન નો સમાવેશ કરશો તો ખરતા વાળ અટકશે.

પાલક

3/5
image

જો તમે વાળને લાંબા બનાવવા ઈચ્છો છો તો પાલક સૌથી વધુ ફાયદાકારક છે. પાલક ખાવાથી શરીરને ફોલેટ અને ઘણા પ્રકારના વિટામિન મળે છે જે વાળને પણ સ્વસ્થ રાખે છે.

ડ્રાયફ્રુટ્સ

4/5
image

ડ્રાયફ્રૂટ્સમાં પણ ઘણા બધા પ્રકારના ફેટી એસિડ વિટામિન ઈ અને વિટામીન બી હોય છે જે વાળને પોષણ આપવા માટે જરૂરી છે. તેનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓ મટી જાય છે. તમે દૈનિક આહારમાં શું કામ લેવાનું સમાવેશ કરશો તો તેનાથી પણ વાળ ખરતા અટકશે.

ખાટા ફળ

5/5
image

સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામીન સી થી ભરપૂર હોય છે. વિટામીન સી હેર ગ્રોથ ને વધારે છે અને ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રીપેર કરે છે. જે લોકોને ખરતા વાળ ની સમસ્યા હોય તેમણે પોતાની ડાયટમાં ખાટા ફળનો સમાવેશ કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)