TOP 5 Wireless Earbuds: સૌથી સસ્તામાં છે આ ટોપ સાઉન્ડનો સોદો, જોજો મોકો ચુકતા નહીં

કોઈ ટ્રીપ પર જવાનું હોય અને આપણી સાથે આપણા પસંદના ઈયરફોન્સ હોય તો મ્યુઝિક સાથે ટ્રીપ એકદમ શાનદાર બની જાય છે. પરંતુ વાયરવાળા ઈયરફોન્સ સાથે હોય અને તેમાં પણ ઘુચ વળી જાય તો ચાલુ ટ્રીપમાં કોઈ પણ વ્યક્તિ ઈરીટેટ થઈ જાય છે. આપણે વાયરલેસ ઈયરફોન વિશે તો જાણતા હશુ. લોકોમાં તેનો ક્રેઝ તો વધ્યો જ છે. પરંતુ તેની સાથે હવે વાયરલેસ ઈયરબડ્સની પણ માગ વધી છે. સાઈઝમાં એકદમ નાના અને વેટલેસ હોવાથી તેને કોઈ પણ ટ્રીપમાં અથવા ડ્રાઈવિંગ કરતી વખતે લોકોને બહુ ઉપયોગી થાય છે. તો આવો જાણીએ ભારતમાં મળતા ટોપ 5 ટ્રુ વાયરલેસ ઈયરબડ્સ વિશે, જેની કિંમત 1800 રૂપિયાને આસપાસ છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ છેલ્લા એક વર્ષની અંદર ટ્રુ વાયરલેસ ઈયરફોનની કિંમતમાં ભારે કમી આવી છે. પહેલા તમારે ટ્રુ વાયરલેસ ઈયરબડ માટે બહું મોટી રકમનો ખર્ચ કરવો પડતો. જો કે હવે બેસ્ટ ક્વોલિટી સાઉન્ડ અને 3D સરાઉન્ડ ઈફેક્ટ સાથે શાનદાર ઈયરફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ટોપ 5 વાયરલેસ ઈયરબડ્સની કિંમત 1800ને આસપાસ છે.

 

REDMI EARBUDS S

1/5
image

REDMI EARBUDS S જિમ અથવા વર્કઆઉટ કરતા લોકો માટે બેસ્ટ ઓપશન છે. આ ઈયરબડ્સમાં બ્લુટુથ 5.0 કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ ઈયરબડ્સ IPX4 રેટિંગ સાથે સ્વેટ, વોટર અને સ્પ્લેશ રેસિસ્ટન્ટ છે. આ ઈયરબડ્સમાં સિંગલ ચાર્જ પર 4 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. ચાર્જિંગ કેસ સાથે 12 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. આ ઈયરબડ્સનો વજન માત્ર 4.1 ગ્રામ છે. આ ઈયરબડ્સમાં લો લેટેન્સી ગેમિંગ મોડ આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સની શરૂઆતી કિંમત 1800 રૂપિયા છે.  

REALME BUDS Q

2/5
image

REALME BUDS Q બ્લુટુથ ઈયરબડ્સ 3 કલર ઓપ્શનમાં મળે છે. આ ફેથરલાઈટ ઈયરબડ્સનો વજન માત્ર 3.6 ગ્રામ છે. આ ઈયરબડ્સમાં બ્લુટુથ 5.0 કનેક્ટિવિટી આપવામાં આવી છે. બ્લુટુથ રેંજ આશરે 10 મીટર સુધીની છે. તેમાં 10mmનું ઓડિયો બેસ બુસ્ટર ડ્રાઈવર આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સમાં લો લેટેન્સી ગેમિંગ મોડ આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સ IPX4 રેટિંગ સાથે સ્વેટ અને વોટર રેસિસ્ટન્ટ છે. આ ઈયરબડ્સમાં 20 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. આ ઈયરબડ્સની શરૂઆતી કિંમત 1700 રૂપિયા છે.  

PTRON BASSBUDS PLUS

3/5
image

PTRON BASSBUDS PLUSને ભારતમાં બનાવવામાં આવ્યા છે. ઈયરબડ્સમાં બ્લુટુથ 5.0 ફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. બ્લુટુથ રેંજ આશરે 10 મીટર સુધીની છે. આ ઈયરબડ્સમાં સિંગલ ચાર્જ પર 4 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. ચાર્જિંગ કેસ સાથે 8 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. બિલ્ટ ઈન સ્ટિરીયો માઈકને કારણે ઈયરબડ્સમાં કોલ ક્વોલિટી ક્લીયર મળે છે. આ ઈયરબડ્સ IPX4 રેટિંગ સાથે સ્વેટ અને વોટર રેસિસ્ટન્ટ છે. તેમાં 8mmનું ઓડિયો બેસ બુસ્ટર ડ્રાઈવર આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સની કિંમત 1299 રૂપિયા છે.  

MIVI DUOPODS M20

4/5
image

MIVI DUOPODS M20ને પણ ભારતમાં બનાવવામાં આવ્યા છે. ઈયરબડ્સમાં બ્લુટુથ 5.0 ફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ ઈયરબડ્સમાં સિંગલ ચાર્જ પર 6 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. ચાર્જિંગ કેસ સાથે 20 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. બ્લુટુથ રેંજ આશરે 10 મીટર સુધીની છે. આ ઈયરબડ્સમાં ડીપ બેસ બુસ્ટર આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સ IPX4 રેટિંગ સાથે સ્વેટ અને વોટર રેસિસ્ટન્ટ છે. 4 કલરમાં ઉપલબ્ધ છે. આ ઈયરબડ્સની કિંમત 1299 રૂપિયા છે.

BOAT AIRDOPES 121V2 EARBUDS

5/5
image

BOAT AIRDOPES 121V2 ઈયરબડ્સ તે લોકો માટે બેસ્ટ છે જેઓ મ્યુઝિક અને કોલિંગ માટે ક્લિયર વોઈસ ઈચ્છે છે. આ ઈયરબડ્સમાં બ્લુટુથ 5.0 ફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ ઈયરબડ્સનો વજન માત્ર 4 ગ્રામ છે. સિંગલ ચાર્જ પર 3.5 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. ચાર્જિંગ કેસ સાથે 10.5 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. તેમાં 8mmનું ઓડિયો બેસ બુસ્ટર ડ્રાઈવર આપવામાં આવ્યું છે. આ ઈયરબડ્સમાં સિંગલ બટન ટચની મદદથી વોઈસ આસિસ્ટન્ટને એક્સેસ કરી શકાય છે. આ ઈયરબડ્સની કિંમત 1299 રૂપિયા છે.