PHOTOS: ભારતમાં આ બાઈક ધૂમ મચાવી રહી છે, માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડાવી શકો

કંપનીનો દાવો છે કે Atum 1.0 થી 100 કિલોમીટરની મુસાફરી માત્ર સાત રૂપિયામાં પૂરી કરી શકાય છે. 

પેટ્રોલ ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. મોંઘવારીના કારણે લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. સતત ખિસ્સા પર વધતા બોજાના કારણે સામાન્ય માણસ હવે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ શોધવા લાગ્યો છે. આવા સમયમાં Atumobile પ્રાઈવેટ લિમિટેડે પોતાની ન્યૂ જનરેશન ઈલેક્ટ્રિક બાઈક Atum 1.0 ને લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે Atum 1.0 થી 100 કિલોમીટરની મુસાફરી માત્ર સાત રૂપિયામાં પૂરી કરી શકાય છે. 
 

Atum 1.0 ની ધૂમ

1/5
image

હૈદરાબાદની વ્હીકલ સ્ટાર્ટ અપ Atumobile પ્રાઈવેટ લિમિટેડે Atum 1.0 ને બનાવી છે. કંપનીનો દાવો છે કે વધતા પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ બંનેથી Atum 1.0 ખુબ મોટી રાહત આપશે. 

ખુબ સસ્તી છે Atum 1.0 ની મુસાફરી

2/5
image

Atumobile પ્રાઈવેટ લિમિટેડના જણાવ્યાં મુજબ Atum 1.0 ની બેટરી માત્ર 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને એકવાર ફૂલ ચાર્જ થવા પર 100 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. ફૂલ ચાર્જ થવામાં માત્ર 7-8 રૂપિયાનો જ ખર્ચો આવે છે. કંપની બેટરીની 2 વર્ષની ગેરંટી પણ આપે છે. 

કેવી રીતે કરશો બુકિંગ

3/5
image

Atum 1.0 ને કંપનીએ અધિકૃત પોર્ટલ atumobile.co દ્વારા બુક કરાવી શકાય છે. લોન્ચિંગ બાદથી અત્યાર સુધીમાં 400થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. કંપનીનો દાવો છે કે હવે ડિલિવરીનું  કામ પણ શરૂ થઈ ગયું છે. 

Atum 1.0 ની કિંમત અને ફીચર્સ

4/5
image

ઈલેક્ટ્રિક બાઈક Atum 1.0  ની બેસ પ્રાઈઝ 50,000 રૂપિયા રાખવામાં આવી છે. તે સંપૂર્ણરીતે સ્વદેશી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બાઈકની ઝડપ ઓછી રાખવામાં આવી છે. Atum 1.0 માં આરામદાયક સીટ, ડિજિટલ ડિસ્પ્લેની સાથે એલઈડી હેડલાઈટ, ઈન્ડીકેટર્સ અને ટેલ લાઈટ પણ અપાઈ છે. 

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

ઈ બાઈક RV400 સાથે મુકાબલો

5/5
image

Atum 1.0 નો મુકાબલો Revolt ની RV400 બાઈક સાથે થવાનો છે. RV400 સંપૂર્ણ રીતે સ્માર્ટ બાઈક છે અને તમારા ફોન સાથે કનેક્ટ રહે છે. નીકટના સ્વેપ સ્ટેશનની જાણ પણ આ બાઈક આપે છે જ્યાં તમે બેટરી પણ બદલી શકો છો. 

Petrol Price: મોંઘુ પેટ્રોલ ડીઝલ ભૂલી જશો હવે...આ 6 પ્રકારના ફ્યૂલ દોડાવશે તમારી ગાડીઓ સટાસટ