High BP: આ 5 ફળનો જ્યૂસ પીવાથી કંટ્રોલમાં રહેવા લાગશે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેકનું જોખમ ઘટશે

High Blood Pressure: હાઈપરટેંશન એટલે કે હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. સાથે જ ડાયાબિટીસ અને કિડનીની તકલીફો પણ વધી જાય છે. વર્ક પ્રેશર, ખરાબ લાઈફસ્ટાઈલથી લઈ અલગ અલગ કારણોને લીધે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આ તકલીફથી બચવું હોય તો ડેલી રુટીનમાં કેટલીક વસ્તુઓનો તાજો જ્યુસ પીવો જોઈએ. 

નાળિયેર પાણી

1/6
image

નાળિયેર પાણી પીવાથી બ્લડ પ્રેશરના દર્દીને લાભ થાય છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં સોડિયમની અસર ઘટાડે છે.

બીટનો રસ

2/6
image

બીટમાં વિટામિન, કેલ્શિયમ, આયરન સહિતના પોષકતત્વો હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીઓથી પણ બચાવ થાય છે. 

દાડમનો રસ

3/6
image

દાડમમાં વિટામિન, આયરન, ફોલેટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ જ્યુસ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે. 

ટમેટાનું જ્યુસ

4/6
image

ટમેટામાં વિટામિન, કેલ્શિયમ, આયરન સહિતના ગુણ હોય છે. કાચા ટમેટા ખાવાથી કે રોજ એક ગ્લાસ ટમેટાનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે. 

જાસૂદના ફુલનો રસ

5/6
image

જાસૂદના ફુલની ચા અથવા તો તેનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે. 

6/6
image