કોરોના થયા પછી હવે આ તસવીરો જોઈ પસ્તાઈ રહ્યા હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલી પહેલી ચર્ચા દરમિયાન તેમણે પોતાના હરિફ જો બિડેનની દર વખતે માસ્ક પહેરવા બદલ મજાક પણ ઉડાવી હતી. હવે તેમને કદાચ અહેસાસ થતો હશે કે વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે. આ તસવીરો જોઈને કદાચ તેઓ પસ્તાઈ રહ્યા હશે.
નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું કે ફર્સ્ટ લેડી અને હું કોવિડ-19 પોઝિટિવ આવ્યા છીએ. અમે ક્વોરન્ટાઈનમાં ગયા છીએ અને સ્વાસ્થ્ય લાભ કરી રહ્યા છીએ. અમે બંને મળીને તેમાંથી બહાર આવીશું. ટ્રમ્પના નીકટના સલાહકાર હોપ હિક્સ પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતાં. ત્રણ દિવસ પહેલા સુધી ટ્રમ્પ કોરોના વાયરસ સામે સૌથી મોટી સાવધાની અને હથિયાર એવા માસ્કને ખુબ જ હળવાશમાં લેતા જોવા મળ્યા હતાં. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલી પહેલી ચર્ચા દરમિયાન તેમણે પોતાના હરિફ જો બિડેનની દર વખતે માસ્ક પહેરવા બદલ મજાક પણ ઉડાવી હતી. હવે તેમને કદાચ અહેસાસ થતો હશે કે વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે. આ તસવીરો જોઈને કદાચ તેઓ પસ્તાઈ રહ્યા હશે. (તસવીરો- સાભાર ટ્વીટર વીડિયો ગ્રેબ)
જ્યારે ખિસ્સામાંથી માસ્ક કાઢીને બતાવ્યો
ડિબેટના મોડરેટર ક્રિસ વોલેસે ટ્રમ્પને પૂછ્યું કે તમે બીમારી રોકવામાં માસ્કની અસર પર સવાલ ઊભા કરો છો અને હાલમાં જ તમે કહ્યું કે વેટર્સ પોતાના માસ્કને સ્પર્શે છે અને પછી પ્લેટને. શું તમે માસ્કના પ્રભાવ પર સવાલ ઉઠાવી રહ્યા છો? જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ના. ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાંથી માસ્ક કાઢ્યું હતું. તે બતાવવા માટે કે તેઓ પણ માસ્ક પહેરે છે.
જ્યારે જરૂર હોય ત્યારે માસ્ક પહેરી લઉ છું-ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે હું ત્યારે માસ્ક લગાવું છું જ્યારે મને લાગે કે તેની જરૂર છે. એટલું જ નહીં તેમણે ત્યારબાદ પોતાના હરિફ જો બિડેનની માસ્ક પહેરવા બદલ મજાક પણ ઉડાવી.
બિડેનના મો પર હંમેશા માસ્ક રહે છે
ટ્રમ્પે બિડેનને ટોણો મારતા કહ્યું હતું કે તમે જ્યારે પણ તેમને જોશો તો તેઓ માસ્ક પહેરેલા હોય છે. ટ્રમ્પની આ વાત પર જો બિડેન હસી પડ્યા હતાં. ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ જે પણ માસ્ક પહેરે છે મે તેના કરતા મોટા માસ્ક આજ સુધી જોયા નથી. (તસવીર-સાભાર જો બિડેન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
જો બિડેને પણ આપ્યો હતો જવાબ
જો બિડેને પણ પછી ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે જડબાતોડ જવાબ આપ્યો હતો. જો બિડેન હંમેશા માસ્ક પહેરતા હોય છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં માસ્ક પહેરેલા જોવા મળે છે.
ટ્રમ્પ એકવાર જોવા મળ્યા હતા માસ્કમાં
જુલાઈ માસની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર માસ્ક પહેરેલા જોવા મળ્યાં. તેમનું માસ્ક પહેરીને ફરવું મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. કારણ કે અગાઉ તેઓ માસ્ક પહેરવાની સતત ના પાડતા હતા. ટ્રમ્પ એક હોસ્પિટલની મુલાકાતે હતા જ્યાં તેઓ માસ્ક પહેરેલા જોવા મળ્યાં.
Trending Photos