Diwali Fashion: તહેવારની સિઝનમાં દિવાળીથી ભાઈ બીજ સુધી, અનુસરો આ ફેશન મંત્ર

દિવાળી (Diwali)ના તહેવાર પર યુવતીઓ નવા કપડા તેમજ આભૂષણ પહેરીને તૈયાર થતી હોય છે. જો તમે હજી પણ આ શંકામાં છો કે દિવાળીના તહેવારના દરેક દિવસે શું પહેરવું તો જુઓ આ લુક્સ.

નવી દિલ્હી: દીકરી ઘરની સુંદરતા હોય છે. ઘરમાં ચહલ-પહલનો માહોલ બનાવવામાં છોકરીઓનો મોટો હાથ હોય છે. વાત જ્યારે તહેવારોની આવે છે, ત્યારે ઘરની દીકરીઓ અને પુત્રવધૂ તેમાં પ્રાણ પુરવાનું કામ કરે છે. ઘરને ડેકોરેટ કરવાથી લઈને ખાસ મેનૂ બનાવવાની અને પોતાના શણગાર સુધીની તેમની જવાબદારી છે. તે આ જવાબદારી ખૂબ આનંદ અને ઉત્સાહથી નિભાવે છે.

એવામાં દિવાળી (Diwali)ના તહેવાર પર તે કેવી રીતે પાછળ રહી શકે. દિવાળીના પાંચ દિવસમાં તે ઘરની તમામ વસ્તુઓની સાથે પોતાને સુંદર દેખાવા માંગે છે. આ માટે તે સુંદર મેકઅપની સાથે સાથે સુંદર ડ્રેસ પણ પસંદ કરે છે. આ તહેવાર પર છોકરીઓનો પહેરવેશ આકર્ષક અને જુદો પણ હોવો જોઈએ. જાણો કેટલાક લેટેસ્ટ ફેશનના કપડાં (Diwali Fashion) વિશે, જે છોકરીઓને આકર્ષક અને પરંપરાગત બંને રીતે વધુ સારો દેખાવ આપશે.

દિવાળીના દિવસે પહેરો કંઇ આ પ્રકારનો ડ્રેસ

1/4
image

આ ખાસ દિવસ માટે તમે ડિઝાઇનર લહેંગા પસંદ કરો. આજકાલ, ભારે લેહેંગાને બદલે લાઇટ અને મોર્ડન લુકવાળા ડિઝાઇનર લહેંગા બજારમાં મળે છે. તેમની કિંમત પણ ખૂબ વધારે હોતી નથી અને દેખાવમાં ખૂબ સારો હોય છે.

ગોવર્ધન પૂજા પર દેખાવો સુંદર

2/4
image

ગોવર્ધન પૂજાના પ્રસંગે તમારે થોડો હેવી વર્કવાળો બ્રાઇટ કલરનો શૂટ પહેરવો જોઈએ. આજકાલ લોન્ગ કુર્તી ટ્રેન્ડ કરી રહી છે. તેની સાથે એન્કલ લેન્ચ પેન્ટ્સ (Ankle Length Pants) અથવા સલવાર પણ પહેરી શકાય છે. તેની સાથે મેચ એક દુપટ્ટો પહેરવાનું ભૂલશો નહીં.

રુપ ચૌદર પર ખીલી ઉઠશે દેખાવ

3/4
image

રૂપ ચૌદસના દિવસે માન્યતા છે કે, આ દિવસે સવારે વહેલા ઉઠી ઉબટન લગાવ્યા બાદ સ્નાન કરવું જોઇએ. આ દિવસને ખાસ બનાવવા માટે છોકરીઓ ફુલ લેન્થ સ્કર્ટ પહેરવો જોઇએ. ઘેરવાળા ફુલ લેન્થ સ્કર્ટ સાથે મેચિંગ ટોપ અથવા કુર્તો સારા દેખાવ આપે છે.

વ્હાલી બહેન સજ્જ થશે કંઇક આ રીતે

4/4
image

ભાઈ બીજે તમારા પ્રિય ભાઈને ટિકો કરવાનો શુભ દિવસ હોય છે. આ દિવસ માટે છોકરીઓ ટ્રેડિશનલ ગાઉન અથવા રજપૂતી ડ્રેસ પહેરીને પોતાને આકર્ષક લુક આપી શકે છે.