અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે અદૂભત રંગોળી બનાવી સમાજને મેસેજ આપ્યો, Photos

રાજકોટ :મહિલાઓ માટે રાજ્ય સરકારની સૌથી મહત્વની સેવા ગણાતી 181 અભયમ મહીલા હેલ્પલાઈન દ્વારા દીપાવલી પર્વે રંગબેરંગી રંગોળીથી જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો અને આ ટીમ સરકારના માર્ગદર્શન હેઠળ મહિલાઓની સમસ્યાઓને લઈ સતત કાર્યરત હોવાની પ્રતીતિ કરાવી હતી. રાજ્ય સરકારની આ ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેવા મહિલાઓની સુરક્ષા અને તેમને મુંઝવતા પ્રશ્નો અંગે રાત-દિવસ ૨૪×૭ કામગીરી કરે છે. આ દિવાળીના પર્વે ટીમ દ્વારા જુદી જુદી થીમ ઉપર રાજકોટ શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો ખાતે આકર્ષક કલાત્મક અને જાગૃતિના સંદેશા પાઠવતી રંગોળી બનાવી હતી. જેમાં અંધશ્રધ્ધા નિર્મૂલન, બેટી બચાવો, મહિલાઓ સાથેના અત્યાચારો અટકાવવા સહિતની થીમ ઉપર રંગોળી બનાવાઈ હતી. દીપાવલીના પર્વ નિમિતે તાલુકા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ૧૮૧ની ટીમ દ્વારા સંદેશાત્મક રંગોળી બનાવવામાં આવી હતી અને નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image