Diwali 2021: ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે, બસ નામ અલગ હોય
Countries that celebrate Diwali like India: એવા અનેક દેશ છે જ્યાં દિવાળીનો તહેવાર પણ ભારતની જેમ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અનેક દેશોમાં આ દિવસે જાહેર રજા પણ અપાય છે. કેટલાક દેશોમાં આ તહેવારનું નામ અલગ છે પરંતુ તેને ઉજવવાની રીત બિલકુલ આ જ છે. જે રીતે ભારતમાં દિવાળી ઉજવાય છે.
ઈન્ડોનેશિયા
ભારતની જેમ જ ઈન્ડોનેશિયામાં દિવાળી એક મોટો તહેવાર છે. અહીં પણ એ જ રીતિ રિવાજથી ઉજવાય છે જે રીતે ભારતમાં લોકો આ પર્વની ઉજવણી કરે છે. અહીં દિવાળીના દિવસે જાહેર રજા હોય છે અને લોકો રોશનીના આ પર્વની ભરપૂર મજા લે છે.
મલેશિયા
મલેશિયામાં દિવાળી Hari Diwali નામથી ઉજવાય છે. અહીં આ પર્વને ઉજવવાની રીત થોડી અલગ છે. અહીં લોકો દિવાળીના દિવસની શરૂઆત તેલમાં ન્હાઈને કરે છે અને ત્યારબાદ મંદિર જઈને પ્રાર્થના કરે છે. મલેશિયામાં ફટાકડા પર પ્રતિબંધ છે એટલે અહીં આ તહેવાર મીઠાઈ, ભેટ, અને એકબીજાને ખુબ સારી શુભેચ્છાઓ આપીને મનાવવામાં આવે છે.
ફિજી
ફિજીમાં ભારતીયોની સારી એવી વસ્તી છે. આથી અહીં પણ આ તહેવાર ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે અહીં જાહેર રજા હોય છે. લોકો પાર્ટી રાખે છે અને એકબીજાને ભેટ આપે છે.
શ્રીલંકા
શ્રીલંકામાં દિવાળીનો તહેવાર લોકોને મનગમતો તહેવાર છે. અહીં જાહેર રજા હોય છે. લોકો ખુબ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે.
થાઈલેન્ડ
દિવાળીને થાઈલેન્ડમાં Lam Kriyongh સ્વરૂપે ઉજવવામાં આવે છે. તેનું નામ ભલે અલગ હોય પરંતુ તેમાં બધુ એ જ રીતે હોય છે જે રીતે ભારતમાં દિવાળી ઉજવાય છે. થાઈ કેલેન્ડર મુજબ આ પર્વ વર્ષના 12માં મહિનાના ફૂલ મૂન ડે એટલે કે પૂર્ણિમાના દિવસે ઉજવાય છે.
કેનેડા
દિવાળીના દિવસે અહીં જાહેર રજા તો નથી હોતી પરંતુ કેટલાક શહેરોમાં આ તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો રોશનીના આ પર્વને ઉજવે છે.
બ્રિટન
બ્રિટનના અનેક શહેરો જેમ કે Leichester અને Birmingham માં દિવાળી શાનદાર રીતે ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વસેલા છે. અહીં પણ દિવાળી એટલી જ ધૂમધામથી ઉજવાય છે જેટલી ભારતમાં.
સિંગાપુર
જો તમે દિવાળીના સમયે સિંગાપુરમાં હોવ તો અહીં પણ તે જ રીતે દિવાળીની મજા માણી શકો છો. જે રીતે ભારતમાં લોકો ઉજવે છે. અહીં પણ ખુબ જ શાનદાર રીતે આ પર્વની ઉજવણી થાય છે.
Trending Photos