આજે રિલીઝ થશે 'Dil Bechara', જુઓ ફિલ્મના શૂટિંગની 15 તસ્વીરો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને ભારતીય સમયાનુસાર આઝે (24 જુલાઇ) સાંજે 7:30 વાગે ડિજિટલી પ્રસારિત કરવામાં આવશે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંધી જોવા મળશે.

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને ભારતીય સમયાનુસાર આઝે (24 જુલાઇ) સાંજે 7:30 વાગે ડિજિટલી પ્રસારિત કરવામાં આવશે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંધી જોવા મળશે. તમને જણાવી દઇએ કે ભારત સાથે અમેરિકા, બ્રિટન અને કેનેડાના દર્શકોને જોવા માટે આ ફિલ્મને ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિર્દેશક મુકેશ છાબડાએ તેની જાણકારી આપી છે. ફિલ્મકારનું કહેવું છે કે 'દિલ બેચારા (Dil Bechara)' એક એવા સમયે દર્શકોને પોતાના પરિવારજનો અને પ્રિયજનો સાથે એક આનંદદાયક પળ વિતાવવાનો અવસર આપશે, બિલકુલ જેમ તે સિનેમાઘરોમાં જઇને જુઓ છે. 

મુકેશે કહ્યું  કે 'ભારતીય સમયાનુસાર અમે શુક્રવારે સાંજે 7:30 કલાકે 'દિલ બેચારા' સાથે લાઇવ આવી રહ્યા છીએ. અમેરિકા, બ્રિટન અને કેનેડામાં પણ લોકો તેને આ સમયે જ જોઇ શકશે. આ સમયની જાહેરાત પહેલાં જ કરી દેવામાં આવી રહી છે જેથી લોકો બહાર પોતાના કામોને પતાવી શકે અને ફિલ્મને જોવાનો પ્લાન બનાવી શકે. 'દિલ બેચારા' ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે અને આ ઓટીટી પ્લેટફોર્મે નિર્ણય કર્યો છે કે તેને લોકો જોવા માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આમ દિવંગત અભિનેતા સુશાંતના સન્માન આપવા માટે કરવામાં આવી રહ્યું છે. તો આવો આ ફિલ્મને જોતાં પહેલાં જુઓ તેની શૂટિંગની 15 તસવીરો... 

1/15
image

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image

(ફોટો સાભાર: તમામ તસવીરો સંજના સાંઘીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)