અંતરિક્ષમાંથી દેખાય છે પૃથ્વી પરની આ જગ્યાઓ, પણ ચીનની દીવાલનો દાવો છે ખોટો

View Of Earth: અંતરિક્ષ પૃથ્વીથી સેંકડો માઈલ દૂર છે, પરંતુ ત્યાંથી પૃથ્વી સ્પષ્ટ દેખાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અંતરિક્ષથી દુનિયાની અનેક જગ્યાઓ દેખાય છે. આટલી ઊંચાઈ પરથી કેટલાક હાઈવે પણ દેખાય છે. તો આવો જાણીએ એવી જગ્યાઓ વિશે, જે અંતરિક્ષમાંથી દેખાય છે 
 

1/5
image

તમારી જાણકારી માટે જણાવીએ કે, પૃથ્વી અને અંતરિક્ષની સીમાને કોમન લાઈન કહેવાય છે. આ લાઈન પૃથ્વીની સર્ફેસથી 100 કિલોમીટરની ઉંચાઈ પર હોય છે. આ ઉંચાઈથી પૃથ્વીની અનેક જગ્યાઓ દેખાય છે. અહીંથી કોઈ પણ નજારો જોઈ શકવો કોઈ સપનાથી ઓછો નથી. 

2/5
image

બિંઘમ કોપર માઈન કે બિંઘમ કેન્યન માઈન સોલ્ટ લેક સિટીથી લગભગ 32 કિલોમીટર દૂરના અંતર પર છે. અંતરિક્ષ યાત્રીઓએ પણ તેના જોયાનો દાવો કર્યો છે. આ ખાણને દુનિયાની સૌથી મોટી માનવનિર્મિત ખાણ માનવામા આવે છે. જ્યાં તાંબાનુ પ્રોડક્શન થાય છે. 

3/5
image

અંતરિક્ષથી તમને ચીનનો થ્રી ગોરજેસ ડેમ પણ સ્પષ્ટ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આ દુનિયાનો સૌથી મોટો ડેમ છે અને તેને બનાવવામાં અઢી લાખ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ડેમ ચીનની યાંગ્જી નદી પર બનેલો છે. જેને દુનિયાની ત્રીજી સૌથી લાંબી નદી માનવામાં આવે છે. 

4/5
image

દુબઈની ફેમસ પામ જુમેરાહને પણ અંતરિક્ષથી જોઈ શકાય છે. દુબઈ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રખ્યાત છે. વૃક્ષની આકારનું પામ જુમેરાહ આઈલેન્ડ ચકમકતી હોટલ, આલિશાન એપાર્ટમેન્ટ ટાવર અને અપમાર્કેટ વૈશ્વિક રેસ્ટોરન્ટ્સ માટે ફેમસ છે.

5/5
image

આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે, પરિસ્થિતિ અને રોશની જો મેળ ખાય તો પૃથ્વીના અનેક હાઈવે પણ અંતરિક્ષ પરથી દેખાય છે. કેટલાકનુ કહેવુ છે કે, ચીનની ફેમસ દીવાલ અંતરિક્ષ પરથી દેખાય નથી. પરંતુ તેમ છતાં આ દીવાલ જોવાયાની વાત કહેવાય છે.