Deepika Padukone Necklace Price: શું કાન્સમાં પહોંચેલી દીપિકાએ પહેર્યો 4.50 કરોડનો અનોખો હાર!
Deepika Padukone Cannes Jewellery: હાલમાં દીપિકા પાદુકોણે કાન્સની જૂરીમાં સામેલ થઈ અને તેણે દેશનું માન વધાર્યું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચેલી દીપિકાના અલગ-અલગ લુક્સની ખુબ ચર્ચા થઈ રહી છે અને આ વચ્ચે દીપિકાનો એક હાર ચર્ચામાં આવી ગયો છે. જેની કિંમત 4.30 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે.
દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહોંચ્યા પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી. ક્યારેક પોતાના આઉટફિટ્સ તો ક્યારેક લુક્સને લઈને. ઈન્ડિયન પેવેલિયનના ઉદ્ઘાટન સમયે રેડ કાર્પેટ પર દીપિકા છવાયેલી રહી હતી.
દીપિકાના આઉટફિટ્સ તો કમાલના હતા પરંતુ તેની સાથે તેણે જે નેકલેસ પહેર્યું તે ખુબ કિંમતી છે. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હારની કિંમત ચાર કરોડથી વધુ છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે દીપિકા કાન્સમાં ઈન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા પહોંચી તો તેણે અદ્ભુત ડિઝાઇનનો સિલ્વર ડાઇમંડ નેકલેસ પહેર્યો હતો અને આ હારની કિંમત મીડિયા રિપોર્ટમાં 44,800,000 રૂપિયા દર્શાવવામાં આવી રહી છે.
આ નેકપીસ કાર્ટિયર જ્વેલરી બ્રાન્ડના કલેક્શનથી ખાસ આ તક માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં વ્હાઇટ ગોલ્ડ, કટ વર્કવાળા હીરા હતા. આ નેકલેસની ખાસ વાત હતી કે તેના બંને છેડા પર બનેલ જૈગુઆરના મોઢાની ડિઝાઇન.
જ્યારે દીપિકા આ સેરેમનીમાં બ્લેક આઉટફિટની સાથે આ નેકલેસ પહેરીને પહોંચી તો તે ખુબ ચર્ચામાં રહી અને આ હારની કિંમત હવે ચર્ચામાં છે. દીપિકાએ આ હાર સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવવા તેની સાથે બીજુ કંઈ પહેર્યું નહીં.
Trending Photos