વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ? સંઘર્ષ મળશે કે સફળતા જાણો વાર્ષિક રાશિફળ
Yearly Horoscope: જ્યોતિષ ચેતન પટેલના જણાવ્યા મુજબ વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં વૃષભ નો ગુરુ તમારી રાશિ થી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધા માં લાભ રાજ સન્માન યસ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતા ના યોગ અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય ઘરમાં માંગલિક કાર્યો આવે.
વૃશ્ચિક રાશિ :
તા.૧૪-૫-૨૦૨૫થી મિથુન નો ગુરૂ તમારી રાશિ થી આઠમા સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફ આપી શકે ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે નોકરી વ્યવસાય માં આકસ્મિક સમસ્યા થઈ શકે એકંદરે સમય શાંતિથી પસાર કરવો એમ9તા સાહસ થી બચવું.
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારી રાશિ થી ચોયા સુખભાવે રહેશે નુકશાની અને શત્રુ તા માં યોગ ઊભા કરે છે નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદ થી દૂર રહેવું. કોર્ટ કચેરી થી બચવું નહીં હોય તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-શટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે.
તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય શારીરિક તકલીફો આપી શકે સંતાન ના પ્રશ્નો ઉભા થાય ખર્શ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો
સ્ત્રીઓ માટે :
આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય ઘર પરિવાર કે દામત્ય જીવન માં વિવાદો થી દુર રહેવું નોકરી માં ટકી રહેવું પેટ-આંતરડા કે પાચન ની નાની-મોટી તકલીફ થઈ શકે આર્થિક તંગી રહ્યા કરે ખર્ચ પર કાબૂ રાખવો
વિદ્યાર્થીઓ માટે :
આ વર્ષ શરૂઆતે ફાયદા કારક સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે ૨૦૨૫ થી અભ્યાસ માં ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય.
Trending Photos