ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા તો ભક્તો આશીર્વાદ લેવા પહોંચ્યા મંદિરે, PICS જોઈને ભાવવિભોર થશો

ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા તો ભક્તો જગન્નાથ મંદિરમાં તેમના દર્શને ઉમટી પડ્યાં.

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં ન આવ્યાં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો. ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા તો ભક્તો જગન્નાથ મંદિરમાં તેમના દર્શને ઉમટી પડ્યાં.
(તમામ તસવીરો-સાભાર અમિત રાજપૂત) 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image