સ્કૂટી પર લાશ લઈને બિન્દાસ ઘૂમતો રહ્યો શખ્સ, CCTV માં કેદ થઈ ઘટના, PHOTOS જોઈને હચમચી જશો

 એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના રોહિણીના પ્રેમનગરમાં એક વ્યક્તિ હત્યા કર્યા બાદ લાશને બોરીમાં બાંધીને સ્કૂટી પર નાખી 2 કિમી સુધી ઘૂમતો રહ્યો. CCTV ફૂટેજથી આ હચમચાવી નાખનારી ઘટનાનો ખુલાસો થયો છે. 

નવી દિલ્હી:  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના રોહિણીના પ્રેમનગરમાં એક વ્યક્તિ હત્યા કર્યા બાદ લાશને બોરીમાં બાંધીને સ્કૂટી પર નાખી 2 કિમી સુધી ઘૂમતો રહ્યો. CCTV ફૂટેજથી આ હચમચાવી નાખનારી ઘટનાનો ખુલાસો થયો છે. 
 

CCTV ફૂટેજથી થયો ખુલાસો

1/5
image

આ હચમચાવી નાખે તેવી ઘટના 28 ડિસેમ્બરની છે. આરોપીએ મોડી રાતે હત્યાની વારદાતને અંજામ આપ્યો. ત્યારબાદ તે લાશને લઈને બેધડક સ્કૂટી પર ઘૂમતો રહ્યો. સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. 

77 હજાર માટે કરી હત્યા

2/5
image

પોલીસના જણાવ્યાં મુજબ મૃતકનું નામ રવિ છે. આરોપી અંકિત કટિયાર પાસેથી રવિએ 77 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. અંકિતે માત્ર 77 હજાર રૂપિયા માટે રવિની ગળું દબાવીને હત્યા કરી નાખી. 

2 કિલોમીટર સુધી લાશ લઈને ઘૂમતો રહ્યો

3/5
image

વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી અંકિત કટિયારે લાશને ઠેકાણે પાડવા માટે યોજના ઘડી. પહેલા રવિની લાશને બોરીમાં બરાબર પેક કરી અને ત્યારબાદ લાશને ઠેકાણે પાડવા યોગ્ય જગ્યા શોધવા લાગ્યો. લગભગ 2 કિમી સુધી તે લાશને લઈને સ્કૂટી પર ફરતો રહ્યો. 

ખાલી પ્લોટમાં લાશ દફનાવી

4/5
image

સ્કૂટીથી આમતેમ ચક્કર કાપ્યા બાદ આરોપી અંકિતે મૃતકની લાશને એક ખાલી પ્લોટમાં દફનાવી દીધો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. 

હત્યા પહેલા નિર્દયતાથી કરી પીટાઈ

5/5
image

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી અંકિત કટિયાર 924)ની ધરપકડ કરી લીધી અને સ્કૂટી પણ જપ્ત કર્યું. પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે રૂપિયા પાછા ન આપવાના કારણે રવિને પહેલા નિર્દયતાથી પીટ્યો અને ત્યારબાદ ગળું દબાવીને હત્યા કરી નાખી.