Delhi Airport પર જપ્ત કરવામાં આવી 7 કરોડની નશીલી બંગડીઓ, આ રીતે ખુલી પોલ

Bangles Filled With Heroin Seized: દેશની રાજધાની દિલ્હીમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટને મોટી સફળતા મળી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટએ નશાવાળી બંગડીઓ મળી આવી છે. જોકે આ બંગડીઓમાં હેરોઇન સંતાડીને ભારત લાવવામાં આવતું હતું. મળી આવેલા હેરોઇનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. તસ્કરીની આ નવી રીતથી કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આશ્વર્યચકિત પામ્યા હતા. નશીલી બંગડીનું આ પેકેટ આફ્રીકાથી ભારત આવ્યું હતું. સમાચારમાં જાણો સમગ્ર મામલો શું છે?

દિલ્હી એરપોર્ટ પરથી પકડાઇ નશાવાળી બંગળીઓ

1/5
image

દિલ્હી એરપોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેરોઇનથી ભરેલી બંગડીઓને કુરિયર પાર્સલ દ્વારા ભારત મોકલવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન નશીલી બંગળીઓ મળી આવી હતી. (ફોટો સાભાર- ANI)

આફ્રીકાથી દિલ્હી આવ્યું હતું હેરોઇનનું પાર્સલ

2/5
image

અધિકારીએ આગળ કહ્યું હતું કે નશીલી બંગડીઓનું પાર્સલ આફ્રીકાથી દિલ્હી-એનસીઆરના એક એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું, જેને કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર પકડી લીધું. (ફોટો સાભાર- ANI)

આ રીતે ખુલી પોલ

3/5
image

તેમણે જણાવ્યું કે શંકાના આધારે પાર્સલને ખોલવામાં આવ્યું તો તેમાં બંગડીઓ નિકળી. બંગડીઓમાં લાગેલા મોતી ખોલવામાં આવ્યા તો તેની અંદરથી હેરોઇન મળી આવ્યું. આ હેરોઇનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. (ફોટો સાભાર- ANI)

તપાસમાં જોડાઇ દિલ્હી પોલીસ

4/5
image

કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ હવે તે વ્યક્તિની શોધખોળ કરી રહી છે, જેની પાસે હેરોઇનનું આ પાર્સલ જવાનું હતું. જલદી જ તે પોલીસની પકડમાં હશે. (ફોટો સાભાર- ANI)

તસ્કરી માટે શોધી નવી રીત

5/5
image

અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કર નવી નવી રીતે શોધી કાઢે છે. એરપોર્ટ પરથી ઘણા એવા લોકોને પણ પકડાઇ ગયા છે જે પોતાના શરીરની અંદર વિદેશથી સોનું અથવા અન્ય કિંમતી વસ્તુઓ સંતાડીને લાવ્યા હતા. (પ્રતિકાત્મક ગોટો/સાભાર- - PTI)