Coronavirus ના ખતરાને 31 ટકા સુધી ઘટાડી શકે છે તમારી આ સારી આદત
કોરોના વાયરસના (Coronavirus) બીજા વેવે સમગ્ર દેશમાં કોહરામ મચાવ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ મહામારીથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વચ્ચે એક સ્ટડીમાં (Study on Corona) ખુલાસો થયો છે કે, મણસોની સારી આદત કોરોનાના ખતરાને 31 ટકા સુધી ઘટાડી શકે છે. આવો જાણીએ આ આદતો વિશે...
દૈનિક વર્કઆઉટ ઘટાડશે કોરોનાનું જોખમ
સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડી અનુસાર, દરરોજ એક્સરસાઈઝ (Daily Workout) કરવાથી તમે કોરોનાના જોખમને 31 ટકા સુધી ઘટાડી શકો છો.
દુનિયાની પ્રથમ આવી મોટી સ્ટડી
દુનિયાની પ્રથમ આવી મોટી સ્ટડી છે જે વર્કઆઉટ્સ અને કોરોના વાયરસ ઇમ્યૂનિટીને જોડીને કરવામાં આવી છે. આ મુજબ, દૈનિક વર્કઆઉટ્સ આપણા શરીરને ફીટ રાખે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કોરોના જેવા જીવલેણ વાયરસ સામે લડવાનું સરળ બનાવે છે.
દરરોજ 30 મિનિટ વર્કઆઉટ્સથી દૂર રહેશે કોરોના
સંશોધનકારોએ દાવો કર્યો છે કે દિવસમાં 30 મિનિટ અઠવાડિયામાં 5 દિવસ અથવા 150 મિનિટ કસરત કરવાથી શ્વાસની તકલીફ થતી નથી. આમાં વોકિંગ, રનિંગ, સાયકલિંગ અને માંસપેશીઓને મજબૂત કરવાની એક્સરસાઈઝ કરવાની સલાહ આપવામાં આવી છે.
40 ટકા સુધી વધારે અસરકારક બને છે વેક્સીનેશન
સ્ટડી મુજબ, દરરોજ કસરત કરતા વ્યક્તિને જો કોરોના વેક્સીન આપવામાં આવે તો તે 40 ટકા વધુ અસરકારક બને છે. જો આવું થાય, તો બીમારીનું જોખમ 31 ટકા અને મૃત્યુનું જોખમ 37 ટકા ઘટાડી શકાય છે.
વેક્સીન પહેલા 12 અઠવાડીયાનો આ પ્રોગ્રામ જરૂરી
ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીના પ્રોફેસર સેબેસ્ટિયન ચેસ્ટિને કહ્યું, 'અમારું સંશોધન સૂચવે છે કે નિયમિત ફિઝિકલ એક્ટિવિટ સંક્રમણ સામે રક્ષણ આપે છે. આ જ કારણ છે કે અમે લોકોને વેક્સીન આપતા પહેલા 12 અઠવાડિયા ફિઝિકલ એક્ટિવિટી પ્રોગ્રામ કરવાની સલાહ આપી રહ્યા છીએ.'
Trending Photos