Daily Horoscope 9 January 2021: કેવી રીતે શનિ દોષથી મેળવશો છુટકારો, આજના રાશિફળ દ્વારા જાણો

Daily Horoscope 9 January 2021: શું કહે છે શનિની ચાલ? જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો આજે અચૂક ઉપાય જાણો. તમે તમારા ભાગને સારું બનાવી શકો છો. જ્યોતિષિચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર આજનો દિવસ ચતુર્મુખ દીપકનું દાન કરો. પીપળાના ઝાડ નીચે દિવો પ્રગટાવો અને 'ॐ शं शनिश्चराय नमः' મંત્રનો 108 વાર જાપ કરો. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો આ રાશિફળ (Rashifal)માં....

મિથુન

1/12
image

બીજાની સફળતાની પ્રશંસા કરી તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. તમે લોન લેવાનો છો અને ઘણા દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છો તો આજે તમને લોન મળી શકે છે. તમારા ઘરના માહોલમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. પરણિત માટે આજનો દિવસ ખાસ છે. આજે પ્રેમનો અનુભવ થશે. ફાલતૂ વાતોમાં સમય બરબાદ કરશો નહી. તમારા માટે સારું રહેશે. 

કર્ક

2/12
image

આજે તમે જે પણ કામ કરશો તેમા તમને કોઈને કોઈ ફાયદો તો ચોક્કસ થશે. કામકાજથી તમને પૈસા મળશે. મનમાં પૈસા અંગે અનેક પ્રકારના વિચાર આવી શકે છે. જેના પર તરત પગલું ભરી શકો છો. આજે તમે દસ્તાવેજી કામો પર ધ્યાન આપો. કેટલાક દસ્તાવેજો તમારા માટે ખુબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે સમય સારો રહેશે. 

સિંહ

3/12
image

આર્થિક મામલામાં સુધારો થઈ શકે છે. નવા કરારથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ પણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં પદોન્નતિની શક્યતા છે. દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ છે. ભારે ભોજન કરવાથી પરેશાની થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. 

કન્યા

4/12
image

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદાના યોગ બની રહ્યા છે. ઘરમાં ઉપયોગી થનારી વસ્તુઓ ખરીદી શકો છો. તમારી સોચ સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. તમારા પાર્ટનરનો મૂડ સંવેદનશીલ રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 

તુલા

5/12
image

નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદ સામે આવી શકે છે. કૌટુંબિક સમસ્યા રહેશે. માનસિક ઉદ્વેગ વધી શકે છે. નીકટના સંબંધોમાં અચાનક ઉલટફેરના યોગ. તેનાથી પરેશાન થઈ શકો છો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. 

વૃશ્ચિક

6/12
image

આજે દિવસભર  ખુબ કામ રહેશે. કેટલાક લોકો તમારી પાસે કામ કઢાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહો. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે. વધુ ન વિચારો. તમારા મનની વાત પાર્ટનરથી ન છૂપાવો. શારીરિક રીતે વધુ નહીં પરંતુ મામૂલી પરેશાનીઓ રહેશે. 

ધન

7/12
image

નવા બિઝનેસ પ્રત્યે આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાની કોશિશ કરશો. વ્યવહારકુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. જૂના રોગ દૂર થશે. કઈક નવું કરવાની ઈચ્છા પણ થશે. 

મકર

8/12
image

અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. પૈસા મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યામાંથી  બહાર કાઢવાની કોશિશ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક વિચાર તમારા દિમાગમાં આવી શકે છે. કોઈ પણ અણબન જલદી ઉકેલાઈ શકે છે. વ્યવહાર કુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટા ભાગના મામલે ઉકેલ આવશે. 

મેષ

9/12
image

દિવસભના કામકાજ ખૂબ રહેશે. કેટલાક લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરી શકે છે. સાવધાન રહો. મન ભટકાતાં કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે. વધુ ન વિચારો. પોતાના દિલની વાત પાર્ટનરથી બિલકુલ ન છુપાવો. શારિરીક રૂપથી વધુ નહી, પરંતુ સામાન્ય પરેશાનીઓ જરૂર રહેશે.

વૃષભ

10/12
image

ગાડી ચલાવતી વખતે સાવધાની રાખો. જે ઉધારી માટે તમારી પાસે તેને નજર અંદાજ કરશો. ઓફિસના કામકાજમાં વધુ વ્યસ્તાના લીધે તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે. તમારું સાહસ તમને પ્રેમ અપાવવામાં સફળ રહેશે. કોઇ આધ્યાત્મિક ગુરૂ અથવા મોટી સહાયતા કરી શકો છો. તમારા જીવનસાથી તમારા માટે કંઇક ખાસ કરશે. આજે તમે બાળકો સાથે બાળકો જેવો વ્યવહાર કરશો, જેથી તમારા બાળકો આખો દિવસ તમારી પાસે રહેશે. 

કુંભ

11/12
image

કામકાજની સાથે તમારી જવાબદારી પણ વધી શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. બિઝનેસના કેટલાક મામલા તમારી સમજદારીથી ઉકેલાઈ શકે છે. મોટેભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. અચાનક કોઈ કાર્યક્રમ પણ બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે  પ્લાનિંગ કરશો. 

મીન

12/12
image

મજબૂત આત્મવિશ્વાસના કારણે તમે આજે જોખમભરેલા કામોમાં સફળતા મેળવશો. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપવું પડશે. કરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે. સામાજિક સન્માન વધી શકે છે. કૌટુંબિક સંબંધમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારા ખર્ચા વધી શકે છે.