Daily Horoscope 2 January 2021: લવ લાઇફ માટે આજનો દિવસ રહેશે સારો, જાણો આજનું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

મિથુન રાશિ

1/12
image

કરિયરમાં કુંભ રાશિવાળાઓ માટે બહુ જ સારો દિવસ જઈ શકે છે. ઓફિસમાં સાથના લોકો તરફથી મદદ મળી શકે છે. કેટલાક સારા કામ અને મોટા બદલાવ થવાની શક્યતા છે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળી શકે છે. ધન લાભ પણ થઈ શકે છે. પ્રોપર્ટીના મામલે પણ બહુ જ સારો દિવસ જશે. મહત્વના લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. લવ લાઈફ માટે પણ સારો દિવસ છે. સ્વાસ્થયનું ધ્યાન રાખજો. ભાગ્યાંક:7

કર્ક રાશિ

2/12
image

જૂની તકલીફો પૂરી થવાના યોગ બની રહ્યાં છે. મકર રાશિવાળા માટે સ્થિતિ અનુકૂળ બની શકે છે. રોકાયેલા કામ પૂરા થવાના પ્રયાસો કરો. બિઝનેસ અને નોકરીમાં નવા આઈડિયા મળી શકે છે. તમારું એનર્જિ લેવલ વધી શકે છે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. પાર્ટનર સાથે અણબનાવ બની શકે છે. જીભ પર કન્ટ્રોલ રાખો. સ્વાસ્થય મામલે દિવસ ઠીકઠાક પસાર જશે. બીમારીમાં રાહત મળી શકે છે. ભાગ્યાંક: 1

સિંહ રાશિ

3/12
image

નોકરીવાળા લોકોના કામમાં તકલીફો આવી શકે છે. બિઝનેસ કરનારા લોકો સાવધાન રહે. કાયદાકીય કામમાં ગૂંથેલા રહી શકો છો. ફાલતૂ કામોમાં સમય ખરાબ કરવાનો યોગ છે. સ્થાનમાં બદલાવ સંબંધી કોઈ પ્લાન બની શકે છે. કામકાજના હેતુથી ક્યાંક બહાર જવું પડી શકે છે. તમારી લવ લાઈફમાં કેટલાક બદલાવ થવાના યોગ છે. આ રાશિના અવિવાહિત લોકો માટે સારો સમય આવશે. સ્વાસ્થય મામલે સંભાળીને રહેજો. ભાગ્યાંક: 9

કન્યા રાશિ

4/12
image

બિઝનેસમાં ફાયદાના યોગ છે. નોકરીવાળા લોકો માટે સમય ઠીકઠાક જશે. રોકાયેલા કામ પૂરા થશે. જૂના તકલીફો દૂર થશે. દુશ્મનો પર જીત મળવાના યોગ છે. નવા કામ કરવાનું મન બનશે. કેટલીક મોટી જવાબદારી પણ પૂરી થઈ શકે છે. કેટલીક સારી તક પણ મળી શકે છે. વેપારીક નિર્ણયો સમજી-વિચારીને લેવા. કોઈ મોટો ફાયદો બનવાના યોગ બની રહ્યાં છે. અનેક જવાબદારીઓ તમારા પર આવી શકે છે. તમે ક્યાંક ફરવા જઈ શકો છો. પાર્ટનર તરફથી પણ મદદ મળી શકે છે. સ્વાસ્થય મામલે સાવધાન રહેશો. ભાગ્યાંક:7

તુલા રાશિ

5/12
image

કેટલાક રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી તકલીફ થઈ શકે છે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ પણ કરી શકે છે. તે ઉપરાંત મે કંઈક નવું અને વધુ સારુ કરવાનું વિચારી શકો છો. આવનારા કેટલાક દિવસોમાં મોટા કામ કરવાની યોજના પણ બનાવી શકો છો. જીવનસાથીની મદદ અને સમર્થન મળી શકે છે. આજે તમને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે. પરણીત લોકો માટે દિવસ સારો જશે. ભાગ્યાંક:1

વૃશ્વિક રાશિ

6/12
image

આજે બિઝનેસ કે નોકરી મામલે કેટલાક નિર્ણયો લઈ શકો છો, અથવા પ્લાનિંગ પણ બની શકે છે. રૂપિયાની સ્થિતિમાં સુધાર આવી શકે છે. આવક વધવા અને ખર્ચમાં કાપ મૂકવા પર વિચાર કરી શકો છો. આજે તમે નોકરી કે વેપારમાં કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. જીવનસાથી તરફથી ગિફ્ટ મળી શકે છે. પ્રેમીઓ માટે સારો સમય સાબિત થઈ શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરીમાં બદલાવ અને પ્રગતિની શક્યતા છે. આજે તમે કોઈને વગર માંગ્યે સલાહ આપવાથી બચજો. તમારી હેલ્થમાં પહેલા કરતા સારો સુધાર જોવા મળી શકે છે.  ભાગ્યાંક: 2

ધન રાશિ

7/12
image

અધિકારીઓ પાસેથી ઓછો સહયોગ મળશે અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. ઓફિસ કે બિઝનેસમાં જે કામને હાથમાં લેશો, તેમાં સફળતા ઓછી મળશે. બિઝનેસના મામલામાં કોઈ અનુભવીની સલાહ જરૂર લો. જલ્દીમાં કામ ન કરો. એકલતાથી બચો. અધૂરા કામ પૂરા કરવામાં તમને તકલીફ આવી શકે છે. આજે મળનારા રૂપિયાને આવનારા સમય માટે બચાવીને રાખજો. જીવનસાથી સાથે મુસાફરી થઈ શકે છે. અથવા કોઈ પ્રોગ્રામનું પ્લાનિંગ બની શકે છે.  ભાગ્યાંક: 8

મકર રાશિ

8/12
image

તમે ઓફિસમાં કેટલાક લોકોને ઈમ્પ્રેસ કરી શકો છો. જોબ બદલવા કે આવક વધારવા પણ વિચારી શકો છો. તેમાં તમારું નસીબ તમને સાથ આપશે. નવી શરૂઆત કરવામાં સફળ થઈ શકો. રોકાયેલા રૂપિયા મળવાની શક્યતા છે. અચાનક ફાયદો થઈ શકે છે. બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. પારિવારિક સુખ અને સંતોષ રહેશે. દુર્ઘટના કે ઈજા થવાના પણ યોગ છે. તમારે સંભાળીને રહેવું પડશે.  ભાગ્યાંક: 8

મેષ રાશિ

9/12
image

કેટલાક કાર્યોમાં અવરોધ આવી શકે છે. મહેનત વધુ થઈ શકે છે. જોબ બદલવા માટે મન બનાવી શકો છો, પરંતુ સમજી વિચારીને નિર્ણય લેવો. કોઈ કામ જલ્દી જલ્દીમાં કરવાથી નુકશાન થઈ શકે છે. આરોગ્ય માટે સાવચેત રહો. આજે તમે નવું વ્હીકલ અથવા મોબાઇલની ખરીદી કરી શકો છો. પૈસા અને બચતના કિસ્સામાં દૂરની કોઈ વ્યક્તિની સલાહ લઈ શકો છે. રોકાણ અથવા ખર્ચથી લઇને પણ વાતચીત થઈ શકે છે. પાર્ટનરનો મૂડ સારો રહેશે. દંપતી જીવન પણ સુખી રાખશે. ભાગ્યાંક 1

વૃષભ રાશિ

10/12
image

અચાનક ફાયદો મળવાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધન લાભ થઈ શકે છે. જૂનું વ્યાજ પૂરી થઈ શકે છે. ફાલતુ ખર્ચા પર કન્ટ્રોલ થઈ શકે છે. નવી આવકના સ્ત્રોત મળવાના યોગ છે. ઓફિસમા નવું કામ અને નવી જવાબદારી મળી શકે છે. તમે કોઈ પણ વાત સાવધાનથી બોલવી. સ્વાસ્થયને લઈને સાવધાન રહેજો. સિઝનલ બીમારી પણ તકલીફ કરી શકે છે.  ભાગ્યાંક: 9

કુંભ રાશિ

11/12
image

ગ્રહોની સ્થિતિ તમારા માટે આજે ખાસ બની શકે છે. આજે તમે સક્રિય રહેશો. ઓફિસમાં નવું કામ અને નવી જવાબદારી તમને મળી શકે છે. રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. કેટલાક નવા લોકો સાથે તમે જોડાઈ શકો છો. લવ પાર્ટનરની મદદથી ધન લાભ થવાના યોગ છે. તમને ભાવનાત્મક સહયોગ મળી શકે છે. સામાજિક અને સામૂહિક કામ માટે લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તાજગી અને સ્ફૂર્તિ અનુભવાશે. સ્વાસ્થ્યમાં ફાયદો થવાના યોગ છે. ભાગ્યાંક: 6

મીન રાશિ

12/12
image

વેપારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાવી લેશો. જે કામ ગત કેટલાક દિવસોથી અધૂરા પડ્યા હતા, તે થઈ શકે છે. નવા એગ્રીમેન્ટ અથવા નવા સંબંધ બનાવવાની શક્યતા છે. સમય સારો છે. કોઈ ક્ષેત્રોમાં તમે એકસાથે સક્રિય પણ રહેશો. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક બદલાવ કરવા પડી શકે છે. અવિવાત લોકોને રોમાન્સની તક મળી શકે છે. મુસાફરીના પણ યોગ છે.  ભાગ્યાંક:4