IPL Final માં ભારતની ઈજ્જતના ધજાગરા! દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મારવા પડ્યાં પોતા!

CSK Vs GT, IPL Final 2023: કરોડો રૂપિયા ખર્ચીને પણ છેલ્લે વરસાદથી પલડેલી પીચ પર પોતા મારવા પડ્યાં. પીચ તો છેલ્લે એશિયન પેઇન્ટસની ખાલી ડોલોથી સાફ કરવામાં આવી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? શું આ રીતે બનાશે વિશ્વગુરુ? સારા સુપર સોકર મશીનના અભાવે ગ્રાઉન્ડ સ્ટાફ પાણી ઉલેચવા અને પીચ સુકવવા માટે પોતા મારતો જોવા મળ્યો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાણી-પાણી

1/8
image

વરસાદના વિધ્નને કારણે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખું પાણી-પાણી થઈ ગયું. ત્યારે બુદ્ધિનું પ્રદર્શન તો જુઓ આ લોકો હેર ડ્રાયર અને પોતા લઈને પીચ સુકવતા જોવા મળ્યાં. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને કારણે આબરૂના ધજાગરા થઈ રહ્યાં છે. 

ભારતની ઈજ્જની ફજેતી

2/8
image

CSK Vs GT, IPL ફાઇનલ: ચાહકો BCCIને ટ્રોલ કરે છે કારણ કે ગ્રાઉન્ડમેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચને સૂકવવા માટે સ્પોન્જનો ઉપયોગ કરતા જોવા મળ્યાં. જેને કારણે દુનિયા સામે ભારતની ઈજ્જની ફજેતી થઈ ગઈ.

ગ્રાઉન્ડ સ્ટાફે પોતા માર્યા

3/8
image

પીચ પરથી વરસાદી પાણી હટાવવા માટે ગ્રાઉન્ડ સ્ટાફને પોતા મારવાની ફરજ પડી. આ દ્રશ્યો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દુનિયાએ જોયા અને હાલ તેની મજાક થઈ રહી છે. 

સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડી

4/8
image

સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાવવામાં આવી. વિકાસની વાતો કરતા ગુજરાતમાં શું આવું છે વિકાસનું મોડલ? આટલું મોટું સ્ટેડિયમ બનાવ્યું તો સારી ક્વાલિટીનું સુપર સોકર મશીન કેમ ન વસાવ્યું?

આટલાં બધા પૈસા કમાય છે તો ...

5/8
image

કેટલાંક યુઝર્સે, તો સોશિયલ મીડિયામાં એ પણ લખ્યું કે કરોડો રૂપિયાની કમાણી કરતી બીસીસીઆઈએ તો દુનિયા સામે ઈજ્જતના ધજાગરા કર્યાં. આટલાં બધા પૈસા કમાય છે તો જાય છે ક્યાં? 

ગુજરાતમાં શું આવું છે વિકાસનું મોડલ

6/8
image

સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાવવામાં આવી. વિકાસની વાતો કરતા ગુજરાતમાં શું આવું છે વિકાસનું મોડલ? આટલું મોટું સ્ટેડિયમ બનાવ્યું તો સારી ક્વાલિટીનું સુપર સોકર મશીન કેમ ન વસાવ્યું?

દ્રશ્યો લાઈવ ટેલિકાસ્ટ થયા

7/8
image

શરમજનક આ તસવીરોએ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. મસમોટી વાતો કરતા નેતાઓની એક વરસાદે પોલ ખોલી દીધી હતી. આઈપીએલની ફાયનલમાં આ દ્રશ્યો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દુનિયાએ જોયા અને હાલ તેની મજાક થઈ રહી છે. 

પીચને સૂકવવાની આધુનિક ટેકનોલોજી

8/8
image

CSK Vs GT, IPL ફાઇનલ: ચાહકો BCCIને ટ્રોલ કરે છે કારણ કે ગ્રાઉન્ડમેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચને સૂકવવા માટે સ્પોન્જનો ઉપયોગ કરતા જોવા મળ્યાં.