Cristiano Ronaldo: સાઉદી અરબમાં રહેવા જશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, સામે આવી ઘરની પહેલી તસવીરો

Cristiano Ronaldo Residence in Saudi Arabia: દુનિયાના સૌથી મહાન ફુટબોલર્સમાં એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરબની ક્લબ તરફથી રમતો જોવા મળશે. સાઉદી અરબની ક્લબ અલ નસ્ત્રે તેની સાથે દર વર્ષે 1800 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રિયાદ સ્થિત આલીશાન ઘરનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
 

1/5
image

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાછલા સપ્તાહે સાઉદી અરબની ક્લબ અલ નાસરમાં સામેલ થયો હતો. રોનાલ્ડોને આ ક્લબ પાસેથી દર વર્ષે 1800 કરોડ રૂપિયા મળશે. જે તેને ઈતિહાસમાં સૌથી વધુ રૂપિયા મેળવનાર ફુટબોલ ખેલાડી બનાવી દેશે. 

 

 

2/5
image

ડેલી મેલ પ્રમાણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફોર સીઝન હોટલના કિંગડમ સુઇટમાં રહે છે. આ સુઇટ બે માળનું છે. જ્યાંથી શહેરનો સુંદર નજારો જોવા મળે છે.

 

 

3/5
image

ફોર સીજન્સ હોટલનો આલીશાન સુઇટ કથિત રીતે 3000 ફુટથી વધુ કવર કરે છે અને તેની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ છે. આ સુઇટના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. 

 

 

4/5
image

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ સુઇટમાં પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે રહેશે. સાઉદીના નિયમ અનુસાર લગ્ન વગર એક ઘરમાં રહેવું ગેરકાયદેસર છે, પરંતુ રોનાલ્ડોને આ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

 

 

5/5
image

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિનાના બે બાળકો છે. આ સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હલેથી ત્રણ બાળકો છે.