Cricketers Bad Habits: દારૂના નશામાં વિચિત્ર હરકત કરી ચૂક્યા છે આ ખેલાડીઓ, કોઇએ પેશાબ તો કોઇએ કરી મારઝૂડ!

Cricketers Bad Habits: ક્રિકેટ સ્ટાર્સ માટે સફળતા અને સ્ટારડમને એકસાથે મેનેજ કરવું ખૂબ મુશ્કેલ છે. કેટલાક એવા ક્રિકેટરો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ બનાવ્યું છે, જેમને દારૂની લતને કારણે ઘણી બદનામીનો સામનો કરવો પડ્યો છે. દારૂ કે નશાના કારણે કેટલાક ક્રિકેટરોની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે. આ સમાચારમાં અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે દારૂના નશામાં વિચિત્ર કૃત્યો કર્યા હતા.

1/5
image

રિકી પોન્ટિંગને ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે, પરંતુ દારૂની લતને કારણે તેને ઘણી બદનામીનો સામનો કરવો પડ્યો હતો. 1999માં રિકી પોન્ટિંગે નાઈટક્લબમાં પાર્ટી દરમિયાન ખૂબ જ દારૂ પીધો હતો. નશાની હાલતમાં તેણે ક્લબની બહાર અજાણી વ્યક્તિને મુક્કો માર્યો હતો. આ ઘટનાને કારણે તે થોડા સમય માટે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

2/5
image

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સની કારકિર્દી પણ દારૂના કારણે ખતમ થઈ ગઈ. 2009માં સાયમન્ડ્સ પર દારૂના નશામાં મેદાન પર આવવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી, તેને પુનરાગમન કરવાની તક ન મળી અને તેની કારકિર્દી અકાળે સમાપ્ત થઈ ગઈ હતી.

3/5
image

વર્ષ 2009-10માં ન્યુઝીલેન્ડની જેસી રાયડર સ્ટારની માફક સામે આવ્યા હતા. પરંતુ જેસીને પાર્ટી કરવાનો ખૂબ જ શોખ હતો અને એકવાર ક્રાઈસ્ટચર્ચની એક નાઈટ ક્લબમાં પાર્ટી દરમિયાન ટોળાએ તેના પર હુમલો કર્યો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ દુર્ઘટના પછી તે સ્વસ્થ થઈ ગયો પરંતુ ફરી ક્યારેય ક્રિકેટમાં પાછો ફરી શક્યો નહીં.

4/5
image

ડેવિડ વોર્નરને દારૂની ખરાબ લત હતી. વર્ષ 2013માં વોર્નરે ઈંગ્લેન્ડના ખેલાડી જો રૂટને દારૂના નશામાં પબની અંદર મુક્કો માર્યો હતો.આ ઘટનાને કારણે તે શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. આ ઘટના બાદ વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ તેણે 2 વર્ષ બાદ શેમ્પેન પીધું હતું.

5/5
image

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મોન્ટી પાનેસરને પણ દારૂની લતના કારણે ઘણી બદનામીનો સામનો કરવો પડ્યો છે. વધુ પડતી પાર્ટી અને દારૂની લતએ તેની કારકિર્દી પર કાયમ માટે બ્રેક લગાવી દીધી હતી. વર્ષ 2013માં મોન્ટીએ નશાની હાલતમાં ક્લબના બાઉન્સર પર પેશાબ કર્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.