Virat Kohli: વિરાટની સદીએ જીતી લીધું અનુષ્કાનું દિલ, સોશિયલ મીડિયા પર કર્યો આવો મેસેજ

Anushka Sharma On Virat Kohli Century: એશિયા કપ 2023ની સુપર-4ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્કોરર વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર સદીની ઈનિંગ જોવા મળી હતી. વનડે ક્રિકેટમાં કોહલીની આ 46મી સદી છે. હવે વિરાટ કોહલીની સદી પર પત્ની અનુષ્કા શર્માએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

1/5
image

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાનું બેટ ઊંચો કરીને સદી ફટકારીને ઉજવણી કરી રહ્યો છે. તેના પર અનુષ્કા શર્માએ લખ્યું, `Super Knock, Super Guy.`

2/5
image

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની આ મેચમાં 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીની વિસ્ફોટક ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

3/5
image

વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 13000 રન પણ પૂરા કર્યા છે. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ 278 મેચમાં 13024 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 47 સદી અને 65 અડધી સદી ફટકારી છે.

4/5
image

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આ સતત ચોથી સદી છે. આ પહેલા વિરાટ કોહલીએ છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં પણ અહીં સદી ફટકારી હતી.

5/5
image

વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલે પણ 111 રનની અણનમ ઇનિંગ રમી છે. આ બે ખેલાડીઓના દમ પર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે.