નર્સને આપવામાં આવી કોરોના રસી, 6 દિવસની અંદર જોવા મળેલી આ 'આડઅસર'થી ડોક્ટરો પણ ચોંકી ગયા
અમેરિકામાં ફાઈઝર રસીની સાઈડ ઈફેક્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે. અહીં એક નર્સને કોરોના વાયરસ રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તે કોરોના સંક્રમિત થઈ ગઈ.
કોરોના વોર્ડમાં કામ કરતી હતી નર્સ
રિપોર્ટ મુજબ સાન ડિઆગોમાં રહેતી નર્સ મેથ્યુ ડબલ્યુને રસી આપ્યા બાદ તેને હળવી આડ અસર થઈ. તેણે પોતાના હાથમાં દુ:ખાવો મહેસૂસ કર્યો.
કોરોના પોઝિટિવ થવાની શક્યતા રહે છે
45 વર્ષની નર્સે જણાવ્યું કે તેને 18 ડિસેમ્બરના રોજ કોરોના રસી મૂકવામાં આવી હતી. પરંતુ 6 દિવસ બાદ તેનામાં કોરોના વાયરસના લક્ષણ દેખાવવા લાગ્યા. મેથ્યુ કોરોના વોર્ડમાં જ કામ કરી રહી હતી.
10થી 14 દિવસ બાદ તૈયાર થાય છે ઈમ્યુનિટી
જો કે એક્સપર્ટનું માનવું છે કે રસી મૂકાયા બાદ થોડા દિવસ સુધી કોરોના પોઝિટિવ થવાની શક્યતા રહે છે. એક્સપર્ટનું માનીએ તો રસીની ટ્રાયલથી એ જાણી શકાયું છે કે ડોઝ લીધાના 10થી 14 દિવસ બાદ જ વ્યક્તિમાં ઈમ્યુનિટી તૈયાર થાય છે. પૂરેપૂરી સુરક્ષા માટે બીજો ડોઝ પણ લેવાનો હોય છે.
આ પણ હોઈ શકે છે કારણ
એવું પણ કહેવાઈ રહ્યું છે કે બની શકે કે નર્સે રસી મૂકાવી તે પહેલા કોરોના પોઝિટિવ હોય અને તેનામાં લક્ષણ જોવા ન મળ્યા હોય.
Trending Photos