Pics: રાજકોટમાં બનાવી અનોખી કેક, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની આ કોરોના કેક

આ કેકમાં સેનેટાઇઝર, હેન્ડ વોશ, સાબુ, માસ્ક અને કોરોના વાયરસ બતાવવામાં આવ્યો છે.

રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વ બાથ ભીડી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાને કોરોના વાયરસને લઇ સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. આવા સમય વચ્ચે રાજકોટમાં બનાવી આવી અનોખી કેક.

1/3
image

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સ્વીટ એન્ડ કેક શોપએ બનાવી છે અનોખી કેક.. આ કેકમાં સેનેટાઇઝર, હેન્ડ વોશ, સાબુ, માસ્ક અને કોરોના વાયરસ બતાવવામાં આવ્યો છે.

2/3
image

કેક શોપના માલીક પરેશભાઇનું માનવું છે કે, આમ તો WHO અને સરકારે કોરોનાથી કઈ રીતે બચવું તે માટે ગાઇડન્સ જાહેર કર્યું છે. પરંતુ આપણી ફરજમાં આવે છે કે, આપણે પણ લોકોને જાગૃત કરીએ.

3/3
image

તે માટે કોરોના વાયરસની મહામારી સમયે સમાજમાં એક સારો મેસેજ પહોંચાડવા અને કોરોના સામે કઈ વસ્તુઓ આવશ્યક છે તે આ કેકમાં સામેલ કરી તૈયાર કરવામાં આવી છે.