લોહીનો સંબંધ ન હોવા છતા સૈયદ પરિવારે ચૌધરી પરિવારની દીકરીનું મામેરું ભર્યું, આખું ગામ જોતું રહી ગયું

Hindu Muslim Unity મહેસાણા : મહેસાણામાં કોમી એખલાસનો અનોખો કિસ્સો જોવા મળ્યો. મુસ્લિમ પરિવાર દ્વારા ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં મામેરું કરાયું. સૈયદ પરિવારે મામેરું કરીને દીકરીના મામાની ફરજ નિભાવી. 

1/6
image

તાજેતરમાં જ હરિયાણામાં એક મામાએ ભાણીના લગ્નમાં એક કરોડનું મામેરું કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે મહેસાણામાં આવુ જ અનોખું મામેરું જોવા મળ્યું. મેવડના પારસંગભાઈ ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવાર દ્વારા મામેરું ભરાયું.

2/6
image

ભટાસણના સૈયદ પરિવાર દ્વારા મામેરુ કરાતા આ કિસ્સો ચર્ચામાં આવ્યો. સૈયદ પરિવાર સાથે પારસંગભાઈના ધંધાકીય સંબંધ છે. તેથી તે નાતે તેઓએ દીકરીનું મામેરુ કર્યું. આમ, ધંધાકીય સબંધ પારિવારીક સંબંધમાં બદલાયા છે. 

3/6
image

સૈયદ પરિવારના સભ્યોને છેલ્લા 10 વર્ષથી પારસંગભાઈના પત્ની રાખડી બાંધી છે. સૈયદ ફારૂકભાઈ, સૈયદ ફઝલભાઇ, સૈયદ સલીમભાઈ, સૈયદ હારુનભાઈ, સૈયદ સાઈદભાઈએ મળીને કુલ 5 લાખ રોકડ અને 50 હજારના દાગીના સહિત કપડાંનું મામેરું ભર્યું. 

4/6
image

ભટાસણના સૈયદ પરિવાર અને મેવડના ચૌધરી પરિવારે આપ્યું કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ.   

5/6
image

6/6
image