B'Day Special: એક સમયે કંગના સાથે જોવા મળનાર ચિરાગ પાસવાન આજે બિહારમાં છે Youth Icon

31 ઓક્ટોબરના રોજ ચિરાગ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો.

નવી દિલ્હી: બિહારના રાજકારણમાં એક મોટું નામ બની ચૂકેલા ચિરાગ પાસવાસનો આજે જન્મદિવસ છે. ચિરાગ પાસવાનનો બોલીવુડ સાથે લાંબો નહી પરંતુ ગાઢ નાતો છે. તેમણે બોલીવુડમાં પોતાનો સિક્કો ચલાવવાનો પુરો પ્રયત્ન કર્યો. હવામાન વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા તેમના પિતા રામવિલાસ પાસવાને પણ તેમનો પુરો સપોર્ટ કર્યો. તે કહે છે છે કે ન કી હોય વહી જો રામ રચિ રાખા, ચિરાગની કિસ્મત બોલીવુડમાં તો ચાલી નહી પરંતુ તે બિહારમાં યુવા નેતા તરીકે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ચિરાગની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા. 

કંગના સાથે આવી હતી પહેલી ફિલ્મ

1/5
image

ચિરાગની પહેલી ફિલ્મ 2011માં કંગના સાથે આવી હતી. ફિલ્મનું નામ હતું 'મિલે ન મિલે હમ'. આ ફિલ્મ બોક્સઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નહી. 

'મિલે ન મિલે હમ'થી શરૂ કરી ફિલ્મી કેરિયર

2/5
image

'મિલે ન મિલે હમ' ફિલ્મ સાથે ચિરાગની બોલીવુડમાં એન્ટ્રી તો થઇ ગઇ, પરંતુ તે તેનાથી પોતાની એક્ટિંગની છાપ છોડી શક્યો નહી. આ ફિલ્મને બિહારની જનતાએ ખૂબ પસંદ કરી. 

ચિરાગની ફિલ્મના ગીત

3/5
image

આ ફિલ્મમાં 'ટિંકૂ જિયા' આર 'નજર સે નજર મિલે' જેવા ગીત હતા. આ ગીત ખૂબ હિટ થયું. 

ચિરાગે કરી મોડલિંગ

4/5
image

ચિરાગે બોલીવુડમાં મોડલ તરીકે શરૂઆત કરી હતી. થોડા દિવસો પહેલાં ચિરાગે પોતાના પિતાને ગુમાવ્યા છે. 

ચિરાગ બન્યા સાંસદ

5/5
image

ફિલ્મ ફ્લોપ થયા બાદ ચિરાગ મુંબઇ છોડીને ઘરે પરત આવી અને બિહારની જુમઇની લોકસભા સીટ પરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. વર્ષ 2009માં જ્યારે તે પોતાના પિતા સાથે બિહારમાં ફરીને પ્રચાર કરી રહ્યા હતા તો તેમને જનતા પાસેથી પ્રેમ મળ્યો.