બુલ રન કે કોહરામ...છેલ્લી 5 લોકસભા ચૂંટણી બાદ માર્કેટે કેટલું આપ્યું રિટર્ન? ખાસ જાણો

લોકસભા ચૂંટણી 2024ના મતદાનના સાત તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. હવે આવતી કાલે એટલે કે 4 જૂન એ પરિણામનો દિવસ છે. તે પહેલા જ એક્ઝિટ પોલ આવી ગયા છે જેમાં NDA ની બંપર જીત અને મોદી સરકાર ફરી આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે વિપક્ષે આ એક્ઝિટ પોલ્સને ફગાવી દીધા છે. ચૂંટણી પરિણામોના દિવસે ફક્ત ઉમેદવારોની હાર કે જીતનો જ નિર્ણય નથી થતો પરંતુ માર્કેટની પણ પરિણામો પર નજર હોય છે. તે મુજબ માર્કેટનો મૂડ પણ માપવામાં આવે છે. 

1/6
image

ચૂંટણી અને શેર બજારને સીધો સંબંધ હોય છે. નવી સરકારની નીતિઓની અસર પણ આગામી કેટલાક મહિનામાં બજારમાં જોવા મળે છે. આજે અમે તમને છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીના આંકડાનું વિશ્લેષણ કરીશું અને જણાવીશું કે આ પાંચ સામાન્ય ચૂંટણીના પરિણામોના દિવસે માર્કેટનો મૂડ કેવો રહ્યો. 

2/6
image

છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીઓમાં મતગણતરીના દિવસે સેન્સેક્સે ત્રણ વખત 1999, 2004 અને 2019માં ક્રમશ: 0.24 ટકા, 11.10 ટકા અને 0.76 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું હતું. જ્યારે બે વાર 2009 અને 2014માં ક્રમશ:  17.70 ટકા અને 0.90 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું હતું. પરિણામ જાહેર થયાના એક મહિના  બાદ સેન્સેક્સે 2009માં 22.20 ટકા, 2014માં 4.59 ટકા અને 2019માં 0.99 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું હતું. 

3/6
image

1999 અને 2004માં જ બજારે 2.11 ટકા અને 10.50 નું નેટેગિવ રિટર્ન આપ્યું હતું. સામાન્ય ચૂંટણીઓના પરિણાો આવ્યાના 6 મહિના બાદ બજારે પાંચ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સેન્સેક્સે 1999 માં 7.56 ટકા, 2004માં 9.82 ટકા, 2009માં 35.05 ટકા, 2014માં 15.71 ટકા, 2019માં 4.27 ટકાનું રિટર્ન આપ્યું હતું. 

4/6
image

આનંદ રાઠી શેર્સ અને બ્રોકર્સની યુએઈ બિઝનેસ એન્ડ સ્ટ્રેટેજીના પ્રમુખ તનવી કંચનનું કહેવું છે કે ભારતીય શેર બજાર પર આ ચૂંટણીની કોઈ ખાસ અસર પડશે નહીં. જો કે જો હાલની સરકાર મજબૂતાઈ સાથે આવશે તો ભારતમાં રાજકીય સ્થિરતા રહેશે અને આવામાં બુલ રન ચાલુ રહી શકે છે. 

5/6
image

તેમણે વધુમાં કહ્યું કે જો સરકાર મજબૂતાઈ સાથે આવે તો બિઝનેસ કરવામાં સરળતા લાગૂ કરવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોઈ સેક્ટર માટે વિશેષ નીતિ સરળતાથી લાવી શકશે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને બજારને બૂસ્ટ મળશે. તનવીએ રોકાણકારોને સલાહ આપી છે કે જો કોઈ ઘટાડો નોંધાય તો તેમાં ખરીદી કરે. 

6/6
image

એમ કે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ ડો. જોસેફ થોમસે કહ્યું કે આગામી અઠવાડિયે ચૂંટણી પરિણામોને કારણે બજારમાં ઉતાર ચડાવ ચાલુ રહેશે. અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને તેના કારણે અપટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. જો કે બજાર હાલ મોંઘુ છે જેના કારણે નફાવસૂલી જોવા મળી શકે છે.