અમદાવાદમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, ધૂળની ડમરી બાદ આ વિસ્તારોમાં વરસાદ શરૂ
Unseasonal Rain: ગુજરાતના વાતાવરણમાં સમીસાંજે અચાનક પલ્ટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન વચ્ચે સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થઈ છે. જેના કારણે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજે ભારેથી હળવો વરસાદ થયો છે.
અમદાવાદમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા, ગોતા, બોપલ, ઘૂમા, થલતેજ, એસજી હાઈવે, પકવાન સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાયુ છે. ત્યારે અમદાવાદ શહેરના શ્યામલ, ગોતા, ઘાટલોડિયા, રાણીપ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. સોલા,સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિવાય એસજી હાઈવે, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થયું હતું. ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતાં લોકો અચંબામાં મુકાયા હતા. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.
Trending Photos