આ વર્ષે ચંદ્રગ્રહણ પર બનશે અદ્ભુત સંયોગ, ચંદ્રમા અને રાહુની યુતિ આ જાતકો માટે ભાગ્યશાળી, થશે ધનલાભ

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરે થવાનું છે. આ દિવસે રાહુ અને ચંદ્રમાની યુતિ મીન રાશિમાં બની રહી છે. જાણો તેનાથી કઈ રાશિને લાભ મળશે. 
 

ચંદ્ર ગ્રહણ

1/6
image

વર્ષનુ બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ જલ્દી લાગવાનું છે. આ ચંદ્ર ગ્રહણ પિતૃપક્ષ દરમિયાન લાગવાનું છે. મહત્વનું છે કે આ વર્ષે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. તેવામાં પિતૃ પક્ષમાં ચંદ્ર ગ્રહણનો પડછાયો રહેશે, કારણ કે આ ગ્રહણ 18 સપ્ટેમ્બરે સવારે લાગવાનું છે. ચંદ્ર ગ્રહણ સમયે ચંદ્રમા મીન રાશિમાં બિરાજમાન રહેશે. જ્યાં પર રાહુ ગ્રહ પણ બિરાજમાન છે. તેવામાં રાહુ અને ચંદ્રમાની યુતિ બનવાથી ગ્રહણ યોગ ઘણા જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણ સમયે કયાં જાતકોને બમ્પર લાભ મળશે. 

2/6
image

મહત્વનું છે કે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરે સવારે 6 કલાક 11 મિનિટથી શરૂ થઈ રહ્યું છે, જે સવારે 10 કલાક 17 મિનિટે સમાપ્ત થશે. આ ચંદ્ર ગ્રહણનો કુલ સમય 4 કલાક 6 મિનિટનો હશે.

વૃષભ રાશિ

3/6
image

ચંદ્રમા આ રાશિના અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ મળવાનો છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. સાથે અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ દરમિયાન મિત્રો સાથે સારો સમય પસાર થશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાનો યોગ બની રહ્યો છે. મોટા ભાઈ સાથે સંબંધ સારા થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે.  

વૃશ્ચિક રાશિ

4/6
image

આ રાશિમાં પાંચમાં ભાવમાં ગ્રહણનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને શિક્ષણ, કરિયર અને બિઝનેસમાં ખુબ લાભ થવાનો છે. જો આ રાશિના જાતકો વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તો તેને સફળતા મળી શકે છે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી તમે તમારા લક્ષ્ય હાસિલ કરી શકો છો. ભાગ્યનો સાથ મળશે. પરિવારની સાથે સમય પસાર થશે. મકાન અને વાહન ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. તમે કરિયરમાં ગ્રોથ માટે નવી સ્કિલ્સ શીખી શકો છો. તે તમને આવનારા સમયમાં ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે.  

કુંભ રાશિ

5/6
image

આ રાશિના બીજા ભાવમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. આ સાથે પહેલા ભાવમાં શનિ બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારી વાણીનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી કામ બગડી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. પરિવાર અને સંતાન સાથે સમય પસાર થશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે.  

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.