પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ: પરોપકાર, સેવા, શાશ્વતના રંગે રગાયું રાજકોટ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી 5 ડિસેમ્બર થી રાજકોટમાં આરંભ થઇ ગયો છે. જેને લઇ તારીખ ૫ થી ૧૫ ડીસેમ્બર સુધી રાજકોટ શહેર પરોપકાર, સેવા અને શાશ્વત આનંદના રંગે રંગાતું જોવા મળી રહ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં મહોત્સવ શરૂ થઇ ગયો છે. 
 

વિદેશથી લોકો આવી રહ્યા છે દર્શનાર્થે

1/8
image

સ્વામીનારાયણ નગરી ની મુલાકાતે 20થી વધુ દેશોનાં NRI સહિત 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજરી આપશે. ત્યારે 11 દિવસીય મહોત્સવ માટે રાજકોટના માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે તૈયાર કરવામાં આવેલ ‘સ્વામિનારાયણ નગરી’માં શરૂ કરી દેવામાં આવ્યો છે. 

500 એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયું ‘સ્વામિનારાયણ નગર’

2/8
image

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 98મોં જન્મ જયંતિ મહોત્સવ રાજકોટ મોરબી હાઇવે પર માધાપર બાયપાસ નજીક ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવેલ ‘સ્વામિનારાયણ નગર’માં ખૂબ જ ભાવભેર અને ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવનાર છે. 

સ્વ નહિં પરંતુ થશે સર્વનું કલ્યાણ

3/8
image

ભારતીય પરંપરાની જે ધરોહર છે, એવાં શાસ્ત્ર, મંદિર અને સંતરૂપે ત્રિવેણી સંગમની અહીં અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. જેમાં પરોપકાર, શાશ્વત આનંદ અને સેવાના ગુણોનો સાક્ષાત્કાર થશે. પ્રવેશ બાદ ૨૭ ફૂટ ઊંચી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે તેની સાથે સાથે અહીં ભારતભરનાં ૧૪ જેટલા સંતવિભૂતિઓનાં દર્શન પણ કરાવવામાં આવનાર છે. સંતોનું સમગ્ર જીવન પરોપકાર માટે એટલે ‘સ્વ’ નહીં, પરંતુ ‘સર્વ’નાં કલ્યાણ માટે હોય છે અને તે અહીં ચરિતાર્થ કરવામાં આવશે.

પરોપકાર, સેવા, શાશ્વતના રંગે રગાયું રાજકોટ

4/8
image

રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવેલ સ્વામિનારાયણ નગરીમાં અલગ લેગ પ્રદર્શન ખંડ તૈયાર કરવામાં આવેલ છે જે બધા ખાંડ ને ‘આનંદ ’યુક્ત માનવામાં આવે છે..પ્રથમ ખંડ ‘સહજાનંદ’ જેમાં ભગવાન સ્વામિનારાયણનું જીવન-કવન તથા શાસ્ત્ર એવા ‘વચનામૃત’ દ્વારા જીવનની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થાય છે, તેની વિશદ્ છણાવટ લોકોને જોવા મળશે. કારણ કે આ વર્ષે ‘વચનામૃત’ની અહીં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો ઉદ્‌ઘોષ પણ કરવામાં આવનાર છે.

રોજ રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો

5/8
image

રોજ સાંજના સમયે સ્વામી નારાયણ નગરી ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ નું આયોજન કરવામાં આવનાર છે જેમાં ૩૦,૦૦૦ લોકો એકસાથે બેસી ભારતની સાંસ્કૃતિક વિરાસત એવા મંદિરનું માહાત્મ્ય નિહાળશે. સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા ભરમાંથી અલગ અલગ શાળા ના એક લાખથી વધુ વિધાયર્થીઓ આ સ્વામિનારાયણ નગરની મુલાકાત લેશે. 

નિ:સ્વાર્થ સેવાકીય પ્રવૃતિથી થશે મુક્તાનંદ

6/8
image

દ્વિતીય ખંડ ‘સેવાનંદ’ જ્યાં નિ:સ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સમાજસેવાની પ્રેરણા મળશે. ત્યારબાદ ‘મુક્તાનંદ’ ખંડમાં વ્યસનમુક્તિની પ્રેરણા અપાશે. ‘નિત્યાનંદ’માં પારિવારિક એકતા અને ઘરસભાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અને ‘પરમાનંદ’માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી જે 160 જેટલી માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓ શરૂ થઈ, તે વિરાટ કાર્યોનું નિદર્શન જોવા મળશે..  

પીએમ મોદી પણ આવે તેવી શક્યતા

7/8
image

સાથે જ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મોત્સવ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વિ-દશાબ્દી મહોત્સવમાં અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થનાર છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ મહોત્સવ માં પધારવા ખાસ આમંત્રણ પાઠવામાં આવેલ છે.  

દરરોજ બે લાખથી વધુ લોકો લેશે મુલાકાત

8/8
image

રોજ બે લાખથી વધુ લોકો આ નગરની મુલાકાતે આવશે ત્યારે એક નગરમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓથી યુક્ત આ સ્વામિનારાયણ નગરમાં ૨૨,૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે. આ સ્વયંસેવકોમાંથી અનેક સ્વયંસેવકો આ મહોત્સવ માટે છેલ્લા ૪૫ દિવસથી રાત-દિવસ જોયા વગર ખડે-પગે સેવા આપી રહ્યાં છે અને તમામ તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..