Apple પ્રોડક્ટસ પર મળી રહ્યું છે ભારે Cashback, આ માટે જાણો કેટલીક શરતો
જો તમે અમેરિકાની ટેક કંપની એપલના (Apple) શાનદાર પ્રોડક્ટ્સ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. હાલમાં જ કંપનીએ પ્રોડક્ટ્સની ખરીદી પર કેશબેક ઓફરની (Cashback Offer) જાહેરાત કરી છે. આ એક લિમિટેડ ઓફર છે. જેની શરૂઆત 21 જાન્યુઆરીથી થશે અને ગ્રાહક 28 જાન્યુઆરી સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશે.
5000 રૂપિયાનું મળશે કેશબેક
ભારતમાં કોઈપણ Apple સ્ટોરથી ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરવા પર ગ્રાહકને 5000 રૂપિયા સુધી કેશબેક મળશે. આ ઓફરના નોટિફિકેશનને એપલ સ્ટોર ઇન્ડિયા વેબપેજ પર જોઈ શકાય છે.
કેશબેક માટે આ શરતો
જો કે, તેના માટે કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે. પહેલી શરત અનુસાર, HDFC માત્ર બેંક ક્રેડિટ કાર્ડ અને HDFC ક્રેડિટ કાર્ડ EMIs પર જ કેશબેક ઓફર મળશે. જ્યારે બીજી શરત 44,900 રૂપિયા અથવા વધારેનો સિંગલ ઓર્ડર પ્લેસ કરવો પડશે. મલ્ટીપલ ઓર્ડર્સને જોઈન્ટ કરી 5,000 રૂપિયાનું કેશબેક મેળવી શકાશે નહીં.
7 દિવસની અંદર મળશે કેશબેક
કંપનીના જણાવ્યા અનુસાર, જેવા તમે એક ઓર્ડર માટે સંપૂર્ણ રીતે ચેકઆઉટ કરી લેશો ત્યારે કેશબેક મની યૂઝરના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં 7 દિવસની અંદર ક્રેડિટ કરવામાં આવશે. તમારી પાસે 6 મહિના માટે No Cost EMI ઓપ્શન પણ છે.
તમામ પ્રોડક્ટ ઓનલાઇન સેલમાં હાજર
તમને જણાવી દઇએ કે, એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર (Apple India online Store) ગત વર્ષ સપ્ટેમ્બરમાં શરૂ થયો છે અને સ્ટોર પર એપલની તમામ પ્રોડક્ટ્સ સેલમાં મુકવામાં આવી છે.
Trending Photos