Photos: જાપાનથી આવ્યો બૂલેટ ટ્રેનનો સામાન, જાણો હવે આગળ કેવું કામ થશે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે વડોદરામાં જાપાનથી દરિયાઈ માર્ગે ખાસ ટ્રેક સ્લેબ આવ્યા છે. સાથે જ જાપાનથી પટરી અને સળીયા પણ મંગાવાયા છે. વડોદરાની પ્રતાપનગર સ્ટાફ કોલેજ ખાતે બુલેટ ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. જાપાન અને ભારતના ઈજનેરો દ્વારા બુલેટ ટ્રેનના સેમ્પલ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જાપાનથી ખાસ બુલેટ ટ્રેન માટે 20 જેટલા ટ્રેક સ્લેબ મંગાવાયા છે. આ ઉપરાંત સળીયા, પટરી અને ટ્રેક ફિટીંગ કરવા માટેનો સામાન પણ જાપાનથી ખાસ મંગાવાયો છે.

રવિ અગ્રવાલ/વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે વડોદરામાં જાપાનથી દરિયાઈ માર્ગે ખાસ ટ્રેક સ્લેબ આવ્યા છે. સાથે જ જાપાનથી પટરી અને સળીયા પણ મંગાવાયા છે. વડોદરાની પ્રતાપનગર સ્ટાફ કોલેજ ખાતે બુલેટ ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. જાપાન અને ભારતના ઈજનેરો દ્વારા બુલેટ ટ્રેનના સેમ્પલ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જાપાનથી ખાસ બુલેટ ટ્રેન માટે 20 જેટલા ટ્રેક સ્લેબ મંગાવાયા છે. આ ઉપરાંત સળીયા, પટરી અને ટ્રેક ફિટીંગ કરવા માટેનો સામાન પણ જાપાનથી ખાસ મંગાવાયો છે.

1/3
image

સ્ટાફ કોલેજમાં ઈજનેરોને ટ્રેનિંગ માટે સેમ્પલ ટ્રેક તૈયાર કરાઈ રહ્યા છે. જેના પર ટ્રેક સ્લેબ મુકી સિમ્યુલેટર્સ તૈયાર કરાશે. ત્યારબાદ ઈજનેરોને સિમ્યુલેટર્સમાં 320ની ગતિએ બુલેટ ટ્રેન ચાલે ત્યારે કેવો અનુભવ થાય છે તેનો ડેમો આપવામાં આવશે. બુલેટ ટ્રેનની ટ્રેનિંગ માટે સ્ટાફ કોલેજમાં સેમ્પલ ટ્રેકની કામગીરી ફેબ્રુઆરી 2019 સુધી પૂરી કરી દેવામાં આવશે. ત્યાર બાદ 2020થી દેશના 3500 જેટલા ઈજનેરોને ટ્રેનિંગ અપાશે. જેમાં જાપાનના ઈજનેરો પણ સાથે જોડાશે. 

2/3
image

આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયાના અભિયાન હેઠળ અમદાવાદમાં ભારતીય કંપનીએ જાપાનની ફયુજી કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરી ફયુજી સિલ્વરટેક કંપની સ્થાપી છે. જેને બુલેટ ટ્રેનના ટ્રેનિંગ સેન્ટર ખાતે યુ શેપના કેબલ ટ્રેનઝ ફાળવ્યા છે. કેબલ ટ્રેનઝની અંદર બુલેટ ટ્રેનના ઈલેકટ્રીક કેબલ નાખવામાં આવશે. 

3/3
image

મહત્વની વાત છે કે બુલેટ ટ્રેનની ટ્રેનિંગ આપવા માટે સેમ્પલ ટ્રેક, કોલેજ બિલ્ડીંગ બાંધકામનું કામ ખૂબ જ પૂરજોશમા ચાલી રહી છે. જે જોતા 2022 સુધીમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચોક્કસપણે બૂલેટ ટ્રેન દોડતા જોવા મળશે તેવી શક્યતા છે.