Royal Enfieldએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ Bullet 350, જાણો ફીચર્સ
નવા મોડલને ઘણા કલર ઓપ્શન સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. સાથે જ તે સસ્તા પણ છે.
નવી દિલ્હી: રોયલ એનફીલ્ડ (Royal Enfield)એ Bullet 350નું નવા મોડલને લોન્ચ કર્યું છે. જો કે, તેની કિંમત જૂના મોડલની સરખામણીએ ઓછી છે. તેની કિંમત 1.12 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ત્યારે Bullet 350 ESની કિંમત 1.27 લાખ રૂપિયાથી શરૂ થઇ રહી છે. મળતી જાણકારી અનુસાર, નવા મોડલને ઘણા કલર ઓપ્શન સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. નવા બુલેટનું સ્ટાન્ડર્ડ મોડલથી લગભગ 11000 રૂપિયા અને બુલેટ ES વર્ઝનથી લગભગ 22000 રૂપિયા સસ્તું છે. આ મોલડનું નામ Bullet 350 RE રાખવામાં આવ્યું છે.
સિંગલ સિલિન્ડર એન્જિન
બંને મોટરસાયકલમાં 346 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે. જે 20PSm 5250rpm પાવર જનરેટ કરે છે અને 4000rpm પર 28Nmની પીક ટોક જનરેટ કરે છે.
ડિસ્ક બ્રેગ
આ 280એમએમ ડિસ્ક બ્રેક, સિંગલ ચેનલ એબીએસ અને 153 એમએમ ડ્રમ બ્રેકથી લેસ છે.
બુલેટના વેચાણમાં પણ ઘટાડો
આ સેગમેન્ટની બાઇક કનાવનાર કંપની રોયલ એનફીલ્ડ હાલમાં ઓછી ડીમાન્ડમાં હોવાના કારણે વેચાણમાં ઘટાડો આવ્યો છે. તેની પાછળ સરકારની તરફથી ઇલેક્ટ્રિક વ્હિકલ પર ભાર આપવો અને વીમા કોસ્ટમાં વધારો એક મોટુ કારણ છે.
એન્જિન ઓઇલ
Royal Enfieldની આ મોટરસાયકલ કસ્ટમરને હવે દર છ મહિને અથવા 5000 કિલોમીટર પર એન્જિન ઓઇલ બદલવાની જરૂરીયાત નહી પડે.
મેન્ટનેન્સ સસ્તું થશે
હવે એન્જિન ઓઇલ બદલવાની જરૂરીયા એક વર્ષ અથવા 1000 હજાર કિલોમીટર પર પડશે. કંપની નું કહેવું છે કે, તેનાથી મોટરસાયકલના મેન્ટેનેન્સ કોસ્ટ ત્રણ વર્ષમાં 40 ટકા ઓછી થઇ જશે. (તમામ ફોટો સાભાર: ટ્વિટર)
Trending Photos