14 જૂને ગ્રહનું 'મહાગોચર', આ 3 જાતકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, પ્રમોશન-ઈન્ક્રીમેન્ટનો યોગ

Mercury Transit 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. નોંધનીય છે કે બુધ ગ્રહ 14 જૂને મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેવામાં કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. 

Budh Gochar In Mithun 2024

1/5
image

ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહને બૌદ્ધિક તથા તાર્કિક ક્ષમતાનો ગ્રહ માનવામાં આવે છે. રાજકુમાર બુધ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 4 જૂને અહીં અસ્ત થયા છે. અસ્ત અવસ્થામાં રહેતા 14 જૂનની રાત્રે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને અહીં રહેતા તે 27 જૂને ઉદય થશે. બુધના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી દરેક જાતકો પર અસર પડશે, પરંતુ મેષ, સિંહ અને ધન રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. બુધના શુભ થવા પર વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

મેષ રાશિ

2/5
image

આ રાશિના લોકોને કાર્ય સ્થળ પર માન સન્માન મળવાની સાથે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના વધશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને જો કોઈની વાહન ખરીદવાની ઈચ્છા છે તો તે નવું વાહન ખરીદી શકે છે. દાંપત્ય જીવનમાં અત્યાર સુધી ચાલી રહેલી ખટાસ હોય તો તેમાં સુધાર થશે અને પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવાની તક મળશે. વેપારી વર્ગની આવકમાં પણ વધારો થશે.

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિના જરૂરી કામ અટવાયેલા છે તો બુધના મિથુન રાશિમાં પ્રવેશ કરવાની સાથે તમારા કામ થઈ જશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. નોકરી કરો છે કે વેપાર, જો કોઈ યાત્રા કરવાની સ્થિતિ બને તો ઇનકાર ન કરો કારણ કે તેનાથી તમને લાભ થશે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. નોકરી કરનારને પ્રમોશનની સાથે પગાર વધારો થઈ શકે છે.   

ધન રાશિ

4/5
image

આ રાશિના જાતકો જે નોકરી કરે છે તેની પ્રગતિ થઈ સકે છે, જો નોકરી છોડી બીજી નોકરી કે વેપાર કરવાનું મન બનાવી રહ્યાં છો તો તેની શરૂઆત કરી શકો છો. આ માટે સમય અનુકૂળ છે. કારોબારમાં આર્થિક લાભની સ્થિતિ બનશે. સાથે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે અને જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યાં છો તો તેમાં તમને સફળતા મળશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.