Budh Gochar 2023: ઓક્ટોબરના 17 દિવસમાં આ ચાર રાશિના લોકો થેલા ફરી ફરીને ભેગા કરશે પૈસા!

Surya Budh Yuti 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર મહિનો શરૂ થતાની સાથે જ ગ્રહોએ પણ પોતાની ગતિ અને ગંતવ્ય બદલ્યું છે. ગ્રહો પરિભ્રમણ કરી રહ્યાં છે. એવામાં આ ચાર રાશિના લોકોને ગ્રહોનું આ પરિવર્તન સૌથી વધુ ફળશે. 1 ઓક્ટોબરે જ બુધ ગ્રહ પરિભ્રમણ કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં સૂર્ય કન્યા રાશિમાં હોવાને કારણે બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જેનાથી આ ચાર રાશિના લોકોના ઘરમાં ભરાઈ જશે ધનનો ભંડાર...

 

 

બુધનો કન્યા રાશિમાં પ્રવેશ-

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબરમાં ઘણા મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલીને સ્થળાંતર કરી રહ્યાં છે. ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે બુધ ગ્રહે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ અને સૂર્યના સંયોગથી બની રહ્યો છે બુધાદિત્ય રાજયોગ.

મેષ

2/5
image

મેષ રાશિવાળાને બુધ અને બુધાદિત્ય રાજયોગના સંક્રમણથી શુભ ફળ મળશે. આ રાશિના લોકોને આ સમયગાળામાં વેપાર, ધંધા અને કરિયરમાં ખુબ જ સફળત મળશે.

વૃષભ

3/5
image

બુધ અને સૂર્યનો સંયોગ વૃષભ રાશિ માટે ખુબ સારો છે. આ સમયગાળામાં આ રાશિના જાતકો જ્યાં પણ હશે ત્યાં અથવા કોઈ નવી જગ્યાએ ઉચ્ચ હોદ્દો હાંસલ કરી શકે છે. આર્થિક લાભની સાથોસાથ તમામ મનોકામના પણ પુરી થશે.

કર્ક

4/5
image

કર્ક રાશિવાળા  માટે બુધનું ગોચર ખુબ લાભદાયક રહેશે. આ સમયગાળા દરમિયાન રોકાણ કરવાથી થશે મોટો ધનલાભ. વેપારી વર્ગ માટે આ સમયગાળો સૌથી શ્રેષ્ઠ રહેશે. આ સમયે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે.

સિંહ

5/5
image

સિંહ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થશે. જો લોકો વિદેશ જવાની રાહ જોઈને બેઠા છે એમના માટે પણ આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રાના સૌથી સારા યોગ છે. અટકેલાં નાણાં પણ પરત મળશે.