Photos : થરથરી જવાય તેવા માઈનસ ટેમ્પરેચરમાં શુટિંગ કરી રહ્યાં છે આ કલાકારો

ફિલ્મનો એક પાર્ટ ઈઝરાયેલના તેલ અવીવમાં શુટ કરાયો છે, જ્યારે કે ફિલ્મનું મોટાભાગનું શુટિંગ બુલ્ગેરિયામાં થયું છે.

અમદાવાદ :બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) હાલ મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) ના શુટિંગમાં વ્યસ્ત છે. હાલ આ ફિલ્મનું શુટિંગ મનાલીમાં ચાલી રહ્યું છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શુટિંગની તસવીરો શેર કરતા લખ્યું કે, હાલ મનાલીમાં માઈનસ ટેમ્પરેચર છે, પરંતુ શુટિંગનું કામ સતત ચાલી રહ્યું છે. તો, ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ પણ આ ફિલ્મની શુટિંગની કેટલીક તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
 

1/5
image

ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કીનેની નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકારો છે.

2/5
image

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પહેલીવાર આલિયા અને રણબીર સાથે નજર આવશે.

3/5
image

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરનાર છે.

4/5
image

ફિલ્મનો એક પાર્ટ ઈઝરાયેલના તેલ અવીવમાં શુટ કરાયો છે, જ્યારે કે ફિલ્મનું મોટાભાગનું શુટિંગ બુલ્ગેરિયામાં થયું છે.

5/5
image

ઉલ્લેખનીય છે કે, પહેલા આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં બ્રહ્માસ્ત્રના નિર્માતાઓએ તેની રિલીઝ તારીખ 2020ના ગરમી સુધી વધારી દીધી છે. (ફોટો સાભાર - તમામ તસવીરો અમિતાભ બચ્ચન/રમેશ બાલાના ટ્વિટર એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)