Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવૂડમાં વર્ષ 1988થી ફિલ્મોમાં સુપરહીરોનું કલચર શરૂ થયું. 1988માં અમિતાભ બચ્ચનની ફિલ્મ શહેનશાહના સુપરહીરોના રોલને કોઈ ભુલી શકે તેમ નથી. જ્યારે, હોલીવૂડની જેમ બોલીવૂડ પાસે પણ એવા અદભુત સુપરહીરો છે. જેમને ભુલવું અશક્ય છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા 7 સુપરહીરો વિશે.
ક્રિશ
દિગ્ગજ ફિલ્મમેકર રાકેશ રોશને બોલીવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ કોઈ મિલ ગયાના સિક્વલમાં ક્રિશ (Krrish) ફિલ્મ બનાવી હતી. ઋતિક રોશન (Rakesh Roshan) દ્વારા અભિનિત ક્રિશ સુપરહીરો એટલો ફેમસ થયો છે કે અત્યાર સુધી તેના 2 ભાગ રિલીઝ થઈ ચુક્યા છે. અને હવે આગામી સમયમાં તેના ત્રીજા ભાગની પણ તૈયારી શરૂ કરાઈ છે.
રા. વન
શાહરૂખ ખાન (Shah Rukh Khan) પોતાની ફિલ્મોમાં અલગ અંદાજ માટે જાણીતા છે. જ્યારે, તે સુપરહીરો બનીને પડદા પર આવ્યા ત્યારે તેમની એક્ટિંગની ચર્ચા વધુ જોરશોરથી થવા લાગી. 2011માં રિલીઝ થયેલી રા. વન પાછળ ખર્ચો પણ ઘણો કરવામાં આવ્યો. પણ તે ફિલ્મ કોઈ વધારે કમાલ નહીં કરી શકી. જો કે બાળકો માટે બનાવેલી ફિલ્મ બાળકોને ખૂબ પસંદ આવી હતી.
ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો
દ્રોણા
વર્ષ 2000 બાદ જન્મેલા લોકોને કદાચ જ ખબર હશે કે અભિષેક બચ્ચને (Abhishek Bachchan) પણ એક સમયે સુપરહીરોનો રોલ કર્યો હતો. 2008માં અભિષેક બચ્ચને ફિલ્મ દ્રોણામાં સુપરહીરોનો રોલ નિભાવ્યો હતો.
Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!
અજૂબા
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બે ફિલ્મોમાં સુપરહીરોનો રોલ કરી ચુક્યા છે. તેમની પ્રથમ સુપરહીરો ફિલ્મ અજૂબા 1981માં રિલીઝ થઈ હતી.
શહેનશાહ
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની બીજી સુપરહીરો ફિલ્મ શહેનશાહ છે. આ ફિલ્મે બોક્ષઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મમાં અમિતાભે કરપ્ટ પોલીસ ઓફિસરનો રોલ ભજવ્યો હતો. જે રાતના સમયે અંધારી રાતોમાં સુપરહીરો બનીને ફરે છે.
HOT Girl પોતાના માતા-પિતા પાસે જ કરાવે છે Bold Photoshoot, વાયરલ થઈ રહી છે તસવીરો
મિસ્ટર ઈન્ડિયા
બોલીવૂડના સ્ટાર એક્ટર અનિલ કપૂર પણ ફિલ્મોમાં સુપરહીરો બની ચુક્યા છે. ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં તેમણે એક એવા વ્યક્તિનો રોલ નિભાવ્યો હતો જેને ગાયબ થવાની ગેજેટ મળે છે.
LUXURIOUS HOUSES OF WWE WRESTLERS: જુઓ કેવા આલીશાન ઘરોમાં રહે છે WWE ના તમારા ફેવરીટ રેસલર
શિવા કા ઈન્સાફ
જેકી શ્રોફ સ્ટારર આ ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં જેકીને એક સુપરહીરોના અવતારમાં બતાવવામાં આવ્યા છે. આ સુપરહીરો બ્લેક ક્લરનું માસ્ક અને કોસ્ટ્યૂમ પહેરતો. જેના પર ત્રિશૂલ બનેલું છે.
Trending Photos