Year Ender 2018 : આ વર્ષે બોલિવૂડના અનેક સ્ટાર્સના ઘરે બંધાયું પારણું

બોલિવૂડ માટે આ વર્ષ ખુશીઓથી ભરેલું રહ્યું. 2018નું વર્ષ બોલિવૂડના અનેક સ્ટાર્સ માટે લકી સાબિત થયું. આ વર્ષે બોલિવૂડના અનેક સ્ટાર્સના ઘરે પારણું બંધાયું છે. આ વર્ષની શરૂઆતમાં સુનિધી ચૌહાણે દીકરાને જન્મ આપ્યો હતો. આ સિવાય બીજા અનેક સ્ટાર્સ પેરેન્ટ્સ બન્યા છે. 

1/7
image

ઝૈન કપૂર : શાહિદ અને મીરા કપૂર 5 સપ્ટેમ્બરે બીજીવાર માતા-પિતા બન્યા. તેમની મોટી દીકરી મિશા મીડિયામાં ભારે લોકપ્રિય છે. આ સિવાય દીકરા ઝૈનની તસવીર પણ વાઇરલ થવા લાગી છે. 

2/7
image

મેહર ધૂપિયા બેદી : નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મે, 2018ના દિવસે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક મહિના પછી 24 ઓગસ્ટ, 2018ના દિવસે જોડીએ પ્રેગનન્સીની જાહેરાત કરી છે. આ પછી 18 નવેમ્બર, 2018ના દિવસે નેહા અને અંગદના પહેલા સંતાન મેહરનો જન્મ થયો હતો.

3/7
image

તેગ સોનિક : ગાયિકા સુનિધિ ચૌહાણે 2012માં સંગીતકાર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પછી સુનિધિએ દીકરા તેગ સોનિકને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ પછી સુનિધિએ તેની તસવીર શેયર કરી હતી.   

4/7
image

નૂરવી નીલ મુકેશ : નીલ નિતિન મુકેશ અને પત્ની રૂકમણિ સહાયના ઘરે 20 સપ્ટેમ્બર, 2018ના દિવસે દીકરીનો જન્મ થયો હતો. માતા-પિતાએ પોતાની ખૂબસુરત દીકરીનું નામ નુરવી નીલ મુકેશ રાખ્યું છે. નુરવીના જન્મ પછી નીલે તેની એક ક્યુટ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

5/7
image

અશર સિંહ વેબર અને નૂહ સિંહ વેબર : સની લિયોનીએ 2017ના જૂનમાં દીકરી નિશા કૌર વેબરને દત્તક લીધી હતી. આ પછી સની અને પતિ ડેનિયલ સરોગસીની મદદથી અશર સિંહ વેબર અને નૂહ સિંહ વેબર નામના દીકરાઓના પેરેન્ટ્સ બન્યા છે.  

6/7
image

સુફી અને સોલેલ : કેન્સર સામે જંગ જીત્યા પછી ઇન્ડો-કેનેડાઈ એક્ટ્રેસ લિસા રે અને પતિ જેસન ડેની 17 સપ્ટેમ્બર, 2018ના દિવસે જોડિયા બાળકીઓ સુફી અને સોલેલના માતા-પિતા બન્યા હતા. તેમનો જન્મ સરોગસી મારફતે થયો હતો.  

7/7
image

રોહિત ધવન અને જાન્હવીની દીકરી : વરૂણ ધવનના મોટા ભાઈ રોહિત ધવન તેમજ ભાભી જાન્હવી 29 મે, 2018ના દિવસે દીકરીના માતા-પિતા બન્યા હતા. વરૂણ પણ કાકા બનીને બહુ ખુશ થયો હતો અને તેણે એક પારિવારીક તસવીર પોસ્ટ પણ કરી હતી.