Gangubai Kathiawadi ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત કોણે કેટલી તગડી ફી લીધી જાણો

નવી દિલ્લીઃ મુંબઈ અંડરવર્લ્ડ અને વૈશ્યાવૃત્તિના વિષય પર આધારિત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયાએ અફલાતૂન અભિયન કર્યો છે. બીજી તરફ અજય દેવગણે આ ફિલ્મમાં એક નાનકડા રોલ માટે પણ તગડી ફી લીધી છે. ત્યારે જાણીએ કે આ ફિલ્મ માટે કોણે કેટલી ફી લીધી છે.

 

 

 

 

 

 

 

આલિયાને મળી તગડી ફીઝ

1/6
image

 

કમાઠીપુરાની માફિયા ક્વીન ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર ભજવતી આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે 20 કરોડની ભારે ફી લીધી છે. આલિયા દ્વારા લેવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ફી હોવાનું કહેવાય છે.

અજય દેવગણે નાના રોલ માટે લીધી મોટી રકમ

2/6
image

આ ફિલ્મમાં અજય દેવગણે મુંબઈના રાજા રહીમ લાલાની ભૂમિકા ભજવી છે  અજયે આ ફિલ્મમાં માત્ર થોડી મિનિટોની ભૂમિકા કેમિયો તરીકે કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજયે સ્પેશિયલ અપિયરન્સ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

હુમા કુરેશીએ લીધા આટલા કરોડ

3/6
image

 

 

'ગેંગ્સ ઓફ વાસેપુર' અભિનેત્રી એક ખાસ ભૂમિકા ભજવતી જોવા મળશે, અને અહેવાલો અનુસાર, હુમા કુરેશીએ આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

સીમા પહવાની પણ તગડી ફીઝ

4/6
image

 

પીઢ કલાકાર સીમા પાહવા પણ સહાયક લીડમાં જોવા મળશે અને અહેવાલો અનુસાર, તેણે આ ફિલ્મ માટે 20 લાખ ચાર્જ કર્યા છે.

ચૉકલેટી બૉયની આટલી ફીઝ

5/6
image

 

ટેલિવિઝનનો ચોકલેટી બોય શાંતનુ મહેશ્વરી મોટા પડદા પર ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ગંગુબાઈ સાથે રોમાન્સ કરતો જોવા મળશે અને તેણે આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લીધા હતા.

 

રઝિયા બાઈએ લીધી આટલી રકમ

6/6
image

 

 

બોલિવૂડના મજબૂત કલાકાર વિજય રાજે આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર રઝિયાબાઈની પડકારજનક ભૂમિકા ભજવી છે. રિપોર્ટ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 1.50 કરોડ રૂપિયા લીધા છે.