Gadar 2: ક્યારેક પ્રેમ, ક્યારેક યુદ્ધ, બોલીવુડની આ ફિલ્મોમાં જોવા મળ્યું પાકિસ્તાન કનેક્શન

India Pakistan Connection Movies: ભારત-પાકિસ્તાન કનેક્શન આધારિત ગદર-2 ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચી ગઈ છે. ત્યારે જોઈએ આવી કઈ કઈ બીજી ફિલ્મો છે જે ભારત-પાકિસ્તાન કનેક્શન પર આધારિત હોય.

 

 

 

1/5
image

Veer Zara: શાહરૂખ ખાન, પ્રીતિ ઝિંટા અને રાની મુખર્જીની ફિલ્મ વીર ઝરા ખૂબ જ સુંદર પ્રેમ કહાની છે. વર્ષ 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોની સાથે સાથે બે દિલના મળવાની કહાની પણ બતાવવામાં આવી છે. 

2/5
image

Raazi: આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી એક જાસૂસ ઓફિસરની વાર્તા છે. જે પોતાના દેશ માટે પડોશી દેશમાં ઓળખ બદલીને જીવે છે. રાઝી વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.

3/5
image

Uri: વિકી કૌશલની ફિલ્મ ઉરી વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા એલઓસી પાર કરીને ઉરી હુમલાની પ્રતિક્રિયાની વાર્તા દુનિયાની સામે રાખવામાં આવી હતી.

4/5
image

Lakshay: રિતિક રોશનની ફિલ્મ લક્ષ્ય વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું કારગિલ યુદ્ધ બતાવવામાં આવ્યું હતું.

5/5
image

Refugee: જેપી દત્તાની ફિલ્મ રેફ્યુજીની વાર્તામાં સરહદ પારનો પ્રેમ જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચન અને કરીના કપૂરે આ ફિલ્મથી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.