Flop Actress: સુપરસ્ટાર્સનો સાથ મળ્યો, તેમછતાં પણ ફ્લોપ સાબિત થઇ આ અભિનેત્રીઓ, જીવે છે આવી જીંદગીઓ

Flop Actress: બોલીવુડમાં ઘણા લોકો સપના લઇને આવે છે, કોઇના સપના પુરા થાય છે, તો કોઇ સ્ટ્રગલ કરતા રહી જાય છે. કેટલાક એક્ટર અને અભિનેત્રીઓ આખી જીંદગી સુપર સ્ટાર્સ સાથે કામ કરી શકતી નથી, તો ઘણા એવા હોય છે, જેમને પહેલી ફિલ્મમાં જ સુપરસ્ટાર્સનો સાથ મળી જાય છે. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે બોલીવુડ ડેબ્યૂ સુપરસ્ટાર્સ સાથે કર્યું, પરંતુ બોલીવુડમાં ખાસ કમાલ કરી શકી નહી. 

1/5
image

સલમાન ખાનની ફિલ્મ લકી: નો ટાઇમ ફોર લવથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ ઇંડ્સટ્રીથી ગાયબ છે. સ્નેહા ઉલ્લાલે કેટલીક જ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. 

2/5
image

વલૂચા ડિસૂઝાએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'ફેન' થી બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઇએ કે વલૂચાએ આ ફિલ્મમાં શાહરૂખની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ સાથે કામ કર્યા બાદ પણ તેમને બોલીવુડમાં ખાસ ઓળખ મળી શકી નહી. 

3/5
image

ઝરીન ખાને પણ સલમાન ખાનની ફિલ્મમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સલમાન ખાનની ફિલ્મ વીરમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો કમાલ બતાવી શકી ન હતી અને ત્યારબાદ અભિનેત્રી પણ વધુ ફિલ્મોમાં જોવા મળી નહી. 

4/5
image

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં અભિનય કરનાર ગાયત્રી જોશી તો તમને યાદ જ હશે. આ ગાયત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ હતી, આ મૂવીમાં લીડ રોલ ભજવ્યા બાદ ગાયત્રી જોશીને બોલીવુડની વધુ ફિલ્મોમાં જોવા ન મળી. 

5/5
image

આમિર ખાનની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મ 'લગાન' ના નામ કમાનાર અભિનેત્રી ગ્રેસી સિંહનું નામ આ યાદીમાં જોઇને તમને આશ્વર્ય થશે, પરંતુ જાણકારી માટે તમને જણાવી દઇએ કે લગાન ભલે જ તેમની ડેબ્યૂ ફિલ્મ ન રહી હોય, પરંતુ તેમની આ બોલીવુડની પહેલી ફિલ્મ હતી. આ અભિનેત્રી પણ બોલીવુડમાં પોતાનો કમાલ બતાવી શકી નહી.