Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS

બોલીવુડમાં હાલમાં એક નવી ફેશન છે અને તે છે બેબી બંપ ફ્લોન્ટ કરવાની. અનુષ્કા શર્મા (Anushka Sharma) અને કરીના કપૂર અને કરીના કપૂર (Kareena Kapoor)ની માફક ઘણી બીજી અભિનેત્રીઓએ પોતાના પ્રેગ્નેંસી ડેઝમાં ખૂબ બેબી બંપ ફ્લોન્ટ કર્યું છે. તમે પણ જુઓ આ તસવીરો...

નવી દિલ્હી: બોલીવુડ ઇંડસ્ટ્રીમાં એક એવો તબક્કો હતો એક્ટ્રેસ પ્રેગ્નેંસી દરમિયાન ક્યાંક ગુમ થઇ જતી હતી, એટલે લાઇમલાઇટથી બચતી હતી, ઘણી એવી અભિનેત્રી હતી, જેમની પ્રેગ્નેંસી વિશે લોકો ખબર પણ પડતી ન હતી. હવે જમાનો બદલાયો છે. અભિનેત્રી હવે મોટાભાગે પોતાના બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને પોતાના બેબી બંપ ફોટોશૂટ પણ કરાવે છે. અત્યારે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને કપૂર (Kareena Kapoor) પ્રેગ્નેંટ છે અને તેમના બેબી બંપ ફ્લોન્ટ કરવાની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. તે પોતે પણ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પોસ્ટ કરતી જોવા મળી રહી છે. તેના જેવી ઘણી બીજી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના બેબી બંપવાળા ફોટોઝ શેર કર્યા છે. 

કરીના કપૂર

1/9
image

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) આ લિસ્ટમાં ટોપ પર છે. તે અત્યારે પોતાની પ્રેગ્નેંસીને એન્જોય કરી રહી છે. એટલું જ નહી કરીના પોતાના બેબી બંપ ફ્લોન્ટ કરવાની તક છોડતી નથી. અવાર નવાર તેમના ઇંસ્ટાગ્રામ પર તેમના ફોટા ચર્ચામાં રહે છે. 

અનુષ્કા શર્મા

2/9
image

જાન્યુઆરી 2021માં અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ પહેલીવાર મા બનવાની છે. અનુષ્કા શર્મા પોતાના આગામી પહેલાં બેબી લઇને ખૂબ એક્સાઇટેડ છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાના બેબી બંપ ફ્લોન્ટ જોવા મળી છે. તાજેતરમાં જ તેમણે પોતાના બેબી બંપ ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન અભિનેત્રી મેટર્નિટી સ્વિમસૂટ પહેરેલી જોવા મળી હતી. 

અમૃતા રાવ

3/9
image

અભિનેત્રી અમૃતા રાવ (Amrita Rao) તાજેતરમાં જ મા બની છે. તેમના ઘરે એક સુંદર બાળકનો જન્મ થયો છે. મા બન્યા પહેલાં અમૃતાએ પણ બેબી બંપ ફોટોશૂટ કરાવ્યું હતું. આ શૂટનો એક ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટોમાં અમૃતાના પતિ પણ જોવા મળી રહ્યાછે.  

લીઝા હેડન

4/9
image

હવે વાત કરીએ મોસ્ટ કૂલ મોમ એટલે કે લીઝા હેડન (Lisa Haydon)ની. લીઝા બે પુત્રોની માતા છે. લીઝાએ તો ઘણીવાર બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટા પોસ્ટ કર્યા. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના હેપ્પી ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. 

સોહા અલી ખાન

5/9
image

2017માં પુત્રી ઇનાયાને જન્મ આપતાં પહેલાં સોહા (Soha Ali Khan) એ પોતાની ભાભી કરીનાને ફોલો કર્યું, એટલે કે બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું. તે મોટાભાગે પોતાના પ્રેગ્નેંસી ડેઝની ફોટો શેર કરે છે.  

એમી જૈક્સન

6/9
image

એક્ટ્રેસ એમી જૈક્સન (Ammy Jackson) પણ માતા બની ગઇ છે. તેમણે ગત વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો. એમીએ પણ પોતાના પ્રેગ્નેંસી ટાઇમને ખૂબ એન્જોય કર્યો. એમીએ પોતાની પ્રેગ્નેંસી દરમિયાન ઇંસ્ટાગ્રામ પર બેબી બંપના ઘણા ફોટો શેર કર્યા હતા. તેમણે ઘણીવાર બિકિની પહેરીને ફ્લોન્ટ પણ કર્યું હતું. 

સમીર રેડ્ડી

7/9
image

2019માં સમીરા રેડ્ડી (Sameera Reddy)એ અંડરવોટર પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યું હતું. તેમનું આ ફોટોશૂટ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તે સોશિયલ મીડિયા પર પણ મોટાભાગે પોતાના પ્રેગ્નેંસી ડેઝના ફોટો પોસ્ટ કરતી હતી. સમીરાએ આ ફોટોઝ સાથે પ્રેગ્નેંસીમાં આવનાર મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન સમીરાનું વજન ખૂબ વધી ગયું હતું. 

કલ્કિ કોચલિન

8/9
image

એક્ટ્રેસ કલ્કિ કોચલિન (Kalki Koechlin) થોડા દિવસો પહેલાં મા બની છે. લગ્ન વિના માતા બનનાર કલ્કિની પ્રેગ્નેંસીની ખૂબ ચર્ચા થઇ. તેમણે પોતાની પ્રેગ્નેંસીના સમયે સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની ખૂબ ચર્ચા પણ થઇ હતી. 

કોંકણા સેન શર્મા

9/9
image

કોંકણા સેન શર્મા (Konkana Sen Sharma)એ પોતાની પ્રેગ્નેંસીના દિવસોમાં હોલીવુડમાં કામ કર્યું હતું. એટલું જ નહી સેલિબ્રિટી મેગેજીન 'ઓકેના કવર પેજ પર પણ બેબી બંપ સાથે જોવા મળી હતી.