Rituraj Singh ની જેમ આ કલાકારોએ પણ ગુમાવ્યો કાર્ડિયાક અરેસ્ટના કારણે જીવ

Celebs Died with Heart Attack: બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ઋતુરાજ સિંહનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. ઋતુરાજ પહેલા પણ ઘણા બધા કલાકારોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. ચાલો તમને પણ જણાવીએ છેલ્લા કેટલાક સમય દરમિયાન કયા કલાકારોનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે.

ઋતુરાજ સિંહ

1/5
image

અનુપમા ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. આ અંગેની જાણકારી તેના નજીકના મિત્રએ આપી હતી.

કવિતા ચૌધરી

2/5
image

ફેમસ ટીવી અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન પણ ત્રણ દિવસ પહેલા જ હાર્ટ અટેકના કારણે થયું હતું. કવિતા ચૌધરીના અચાનક નિધનથી તેના ફેન્સ શોકમાં ડૂબી ગયા.

સતીશ કૌશિક

3/5
image

બોલીવુડના જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક પણ એક પાર્ટી પછી ટ્રાવેલ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો અને તેમનું નિધન થઈ ગયું.

કે કે

4/5
image

બોલીવુડના જાણીતા ગાયક કે કેને પણ એક લાઈવ પર્ફોર્મન્સ દરમ્યાન હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ ગીત ગાતા ગાતા સ્ટેજ પર પડી ગયા અને તેમનું નિધન થઈ ગયું. 

સિદ્ધાર્થ શુક્લા

5/5
image

બિગ બોસ સિઝન 13 ના વિનર અને પ્રખ્યાત એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું મોત પણ હાર્ટ ટેકના કારણે થયું હતું.