Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ

આ ફળના અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

દેશ અને વિદેશમાં ખાવા માટેના અવનવા ફળ છે. ઘણા એવા વિદેશી ફળો છે કે જેના નામ આપણે સાંભળ્યા પણ ન હોય. જો કે, આપણા દેશમાં મળતાં ફેમસ ફ્રૂટ્સ જેવા કે કેરી, કેળા, સફરજન, તરબૂચ વગેરે વિશે તો સૌ કોઈ જાણે જ છે. પણ હાલ સોશિયલ મીડિયામાં વાદળી રંગના કેળા વાયરલ થઈ રહ્યા છે. જાણકારી મુજબ આ વાદળી રંગના કેળાના વૃક્ષની ઉંચાઈ 6 મીટર સુધીની હોય છે. આ કેળાની ખેતી કર્યા બાદ દોઢથી બે વર્ષમાં ફળો આવી જાય છે. આ ફળના અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
 

દુનિયામાં વાદળી કલરના કેળા

1/5
image

કેળા ખાવાના ફાયદાઓ આપ સૌ કોઈ જાણતા હશો. પણ ક્યારેય તમે એવા કેળા જોયા છે જેનો રંગ વાદળી હોય. બાળપણથી આપણે સૌ કેળા ખાતા આવ્યા છીએ. જે પીળા રંગના હોય છે અને કાચા કેળા લીલા રંગના હોય છે. પણ પીળા અને લીલા રંગથી અલગ દુનિયામાં વાદળી રંગના કેળા પણ છે. આ કેળાનું ઉત્પાદન પણ ભારતમાં થતાં કેળાના ઉત્પાદનની જેમ થાય છે પણ ખાલી તેનો રંગ વાદળી છે.  

અલગ-અલગ દેશોમાં અલગ-અલગ નામ

2/5
image

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વાદળી રંગના કેળાની ખેતી થઈ રહી છે. આ કેળાને અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. હવઈમાં આઈસ્ક્રીમ બનાના અને ફિલિપાઈન્સમાં ક્રીના નામથી ઓળખવામાં આવે છે.

આને બ્લૂ જાવા કેળા પણ કહેવાય છે

3/5
image

બ્લૂ કેળાને બ્લૂ જાવા કેળા પણ કહેવામાં આવે છે. આ સિવાય, વાદળી રંગના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રિમ કેળાના નમથી ઓળખવામાં આવે છે. બ્લૂ જાવા કેળા 7 ઈંચ સુધી લાંબા હોય છે.

અહીં થાય છે ખેતી

4/5
image

બ્લૂ કેળાની ખેતી ટેક્સાસ, ફ્લોરિડા, કૈલિફોર્નિયા, લુઈસિયાનામાં થાય છે. આ કેળા વેનિલા આઈસ્ક્રીમ જેવા લાગે છે.  

આટલા તાપમાનમાં થાય છે ખેતી

5/5
image

દક્ષિણ પૂર્વ એશિયામાં વાદળી કેળી ખેતી કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં વાદળી રંગના કેળાની ખેતી થાય છે. જેનું કારણ છે તે ઓછા તાપમાન અને ઠંડા પ્રદેશોમાં થાય છે. આવા સ્થળો પર વાદળી કેળાની ખેતી સૌથી સારી થાય છે.